ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં અન્ય માઅસુમીન(અ.મુ.સ.)નુ બયાન
હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ:
યા બોનય્યતે ઇન્ના ઉઅ્તીના અહ્લલ્ બય્તે સબ્અન્ લમ્ યુઅ્તહા અહદુન્ કબ્લના, નબીય્યોના ખય્લ્ અમ્બેયાએ વ હોવ અબુકે, વ વસીય્યોના ખય્લ અવ્સેયાએ વ હોવ બઅ્લોકે, વ શહીદોના ખય્શ્શોહદાએ વ હોવ અમ્મો અબીકે હમ્ઝતો, વ મીન્ના મન્ લહુ જનાહાને ખઝીબાને યતીરો બેહેમા ફીલ્ જન્નતે વ હોવબ્નો અમ્મેકે જઅ્ફન્, વ મીન્ના સીબ્તા હાઝેહીલ્ ઉમ્મતે વ હોમબ્નાકીલ્ હસનો વલ્ હુસૈનો, વ મીન્ના વલ્લાહીલ્લઝી લા એલાહ ઇલ્લા હોવ મહદીય્યો હાઝેહીલ્ ઉમ્મતે અલ્લઝી યોસલ્લી ખલ્ફહુ ઇસબ્નો મર્યમ સુમ્મ ઝરબ બે યદેહી અલા મન્કેબીલ્ હુસૈને(અ.સ.) ફ કાલ મીન્ હાઝા સલાસન્.
હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ જનાબે ફાતેમતુઝ્ ઝહરા(સ.અ.)ને ફરમાવ્યુ:
“અય મારી બેટી! ચોક્કસ આપણને એહલેબૈત(અ.મુ.સ.)ને એવી સાત ચીજો અતા કરવામાં આવી છે જે આપણાથી પહેલા કોઇને પણ આપવામાં નથી આવી. આપણા નબી અંબિયાઓમાં સૌથી બેહતર છે અને તે તમારા પિતા છે. આપણા વસી અવસીયાઓમાં સૌથી બેહતર શ્રેષ્ઠ છે અને તે તમારા શવહર છે. આપણા શહીદ શહીદોમાં સૌથી ઉત્તમ છે અને તે તમારા પિતાના ચચા હમ્ઝા છે. (ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત પેહલા ‘સય્યદુશ્શોહદા’ નો લકબ જનાબે હમ્ઝા(અ.સ.) માટે વપરાતો હતો પરંતુ કરબલાના બનાવ પછી આ લકબ ઇમામ હુસૈન(અ.સ.) માટે મખ્સુસ છે) આપણામાંથી તે છે જેમને બે લીલા રંગની પાંખો દેવામાં આવી છે જેના થકી તેઓ જન્નતમાં ઉડે છે અને તે તમારા ચાચાના દિકરા જઅ્ફરે તય્યાર છે. આપણામાંથી આ ઉમ્મતના બે નવાસા છે અને તેઓ બંને તમારા ફરઝંદ હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.) છે. કસમ છે એ પરવરદિગારની કે જેના સિવાય કોઇ મઅબુદ નથી. આપણામાંથી આ ઉમ્મતના મહદી છે, જેની પાછળ ઇસા ઇબ્ને મરયમ(અ.સ.) નમાઝ અદા કરશે. પછી આપ(અ.સ.)એ ઇમામ હુસૈન(અ.સ.)ના ખભા પર હાથ રાખ્યો અને ત્રણ વખત ફરમાવ્યું (ઇમામ મહદી(અ.સ.)) તેમની (નસ્લ માંથી) હશે.
(બેહારુલ અન્વાર, ભાગ: 51, પાના: 76, હદીસ: 32 જે ગયબતે તુસી(ર.અ.), પાના: 191 થી નક્લ)
Comments (0)