દર વરસે અઝાદારી શા માટે?
દર વરસે અઝાદારી શા માટે?
ખુદાવંદે તઆલા કુરઆને કરીમમાં ઈર્શાદ ફરમાવે છે:
ઇન્દ્દી ઇન્દલ્લાહીલ્ ઇસ્લામ
(સુરે આલે ઇમરાન -19)
પરવરદિગારે આલમ પોતાની પસંદ અને પોતાની ચાહતને મઝહબની શકલમાં અગર બયાન કરે છે તો તે દીને ઇસ્લામ છે. કયો દીને ઇસ્લામ? જેની તબ્લીગ માટે એવા શખ્સને પસંદ કર્યા કે જેના બારામાં ખુદ પરવરદિગાર એ આલમ બયાન કરે છે, “લવ લાક લમા ખલક્તો અફ્લાક” એ રસુલ અગર હું આપને પૈદા ન કરત તો હું કોઈ ચીજને પૈદા ન કરત.
ખુદાવંદે આલમનો પસંદીદા દી, દીને ઇસ્લામની તબ્લીગના માટે જે શખ્સિયતને પસંદ કરવામાં આવી તો એનો મરતબો એ જાહેર કરે છે કે ખુદાવંદે આલમની નજદીક આ દીને ઇસ્લામ કેટલું મહત્વ ધરાવે છે.
બીજી તરફ જયારે પોતાના મેહબૂબને, હબીબને એટલા બધા આ દીની ચાહતમાં પામ્યા તો પછી હબીબે ખુદાએ તેને લોકો સુધી પહોચાડવા માટે દરેક શક્ય કોશિશ કરી. ઇસ્લામનો ઈતિહાસ ગવાહ છે કે ઇસ્લામની શરૂઆતમાં પૈગમ્બરે અકરમે કેટલી કેટલી મુસીબતો બર્દાશ્ત કરી.
અરબનો અંધશ્રધ્ધા વાળો માહોલ કે જેમાં જાહેલીયત પોતાની ટોચ ઉપર હતી, અને લોકોની નજદીક બુતપરસ્તી જ મઝહબે હક હતો, જ્યાં બેટીઓને જીવતી દફન કરી દેવાનો માહોલ હતો, ખુંરેજી અને કાંપાકાપી કબીલાઓનો શોખ હતો. આ પથ્થર દિલ માહોલમાં પરવરદિગારે આલમના નુરના પ્રથમ હિસ્સા એ લોકોને જાહેલીયતના અંધારામાંથી દુર કરી દીધા અને ઇસ્લામની પાકીઝા રોશનીની તરફ હિદાયત દેવાનુ સ્વીકાર્યુ.
પછી તે દાવતે ઝુલઅશીરા હોય અથવા શેઅ્બે અબી તાલિબ (અ.સ.), અથવા મક્કાથી હિજરત હોય કે સુલેહ હોદેબીયા. દરેક મકામ પર પૈગમ્બરે રહેમત એ ખુદાવંદે આલમની ખુશનુંદી માટે દીને ઇસ્લામને આગળ રાખ્યો.
એક બાજુ દુનિયાએ દીને ઇસ્લામની મુખાલેફ્ત માટે કમર કસેલી હતી, તો બીજી તરફ બે એવી હસ્તીઓ કે જેની નજરોની સામે આ દીને ઇસ્લામના માટે ખીદમતે પૈગંબર સ્પષ્ટ હતી અને તે પણ બચપનથી. આ મંઝરને પોતાની આંખોથી જોતા આવ્યા હતા કે કેવી કેવી સખ્તીઓમાં રહીને રહેમતુલ્લીલ આલમીને દીને ઇસ્લામને પરવાન ચઢાવ્યો.
એ બે હસ્તીઓ બીજું કોઈ નહી પરંતુ એક રસુલ (સ.અ.વ.)ની દુખ્તર અને બીજા રસુલ(સ.અ.વ.)ના વસી હતા. જેના પર પૈગમ્બર(સ.અ.વ.) આ દીને ઇસ્લામનો ભાર ઉઠાવવાની જવાબદારી સોપતા ગયા.
રસુલે ખુદા(સ.અ.વ.) પછી આલે રસુલ જ આ દીને હકના રક્ષક બન્યા. પૈગમ્બરે અકરમના દુનિયાથી કુચ થતા જ જ્યાં એક બાજુ સકીફામાં બાતીલ દીની બુનિયાદ રાખવામાં આવી અને ત્યાં જ પૈગંબર (સ.અ.વ.)ના વારસદારો એ પોતાનો હક છીનવાઇ જવા છતાં દીને હકના રક્ષણની ખાતિર લોકોની દરમિયાન આવ્યા.
બાતીલે પૂરી કોશિશ કરી કે હક પર પોતાનો સિક્કો જમાવી શકે પરંતુ એક કાવતરુ પણ કામયાબ ન થયુ કે જેના બદલામાં બુગ્ઝ અને અદાવતની આગની જ્વાળાઓ આલે રસુલ(અ.મુ.સ.) પર તૂટી પડે અને એક પછી એક રસુલે ખુદા(સ.અ.વ.)ના જીગરના ટુકડાઓ ખુબ જ મઝલુમીપૂર્વક શહીદ કરવામાં આવ્યા.
અહેલે સકીફાએ દીને ઇસ્લામ પર લગાવેલા દાગ હજી ઓછા હતા કે બની ઉમૈય્યાએ પોતના કદમ જમાવવા શરુ કરી દીધા અને દીને ઇસ્લામના પાકો પાકીઝા ચેહરાની પાછળ એકદમ ગંદો અને ખરાબ નિઝામ તૈયાર થવા લાગ્યો.
હવે સામાન્ય લોકોમાં જે દીની હુરમત બાકી પણ રહી ગઈ હતી તે તેને ખત્મ કરવા માટે બની ઉમૈય્યા એ બાતીલ પરસ્ત નુમાઇંદાએ સલ્તનત, હુકુમત અને મુલુકીયતની ખાતિર દીને ઇસ્લામનો પોશાક ઓઢીને અને ખલીફાએ રસુલનો દાવો કરીને મૈદાનમાં આવી ચુક્યા હતા.
હઝરત અમીરુલ મોઅમેની(અ.સ.) અને હઝરત ઈમામ હસન(અ.સ.)ની શહાદત દીને ઇસ્લામની દુશ્મનીમાં ગંદી અને હલકી સિયાસતનો હિસ્સો હતો.
આ શહાદતોના બાદ ઝાલીમોએ આ નક્કી કરી નાખ્યું કે હવે દીને ઇસ્લામના ખત્મ કરવામાં કાંઇ બાકી રહેવુ ન જોઇએ.
આ શહાદતો પછી હુકુમતી સીયાસતોની ચાલો, ઇસ્લામ દુશ્મનોના ઝુલ્મો અને હિંમત ખુબ ઝડપી થતા ગયા. મોઆવિયા જે અબુ સુફિયાનનો દીકરો હતો, તેના પહેલેથી જ ઉસ્માનની ખિલાફ બગાવત પર તેના કત્લની એક એવી દિશા દીધી કે તે ઝમાનામાં ઉસ્માનની મઝલુમીયતનો પરચમ બુલંદ કર્યો અને અલી વાળાઓની વિરુધ્ધ જબરજસ્ત તરીકાથી મુખાલેફ્ત પર તૈયાર થઇ ગયા, જેનો એક શખ્સ કરબલામાં પણ નમૂદાર થયો જેનું નામ ઝોહેર ઇબ્ને કય્ન હતું અને જેના પુરા અકીદા અને ઉસ્માની તબ્લીગાતના સાંચામાં ઢળેલો હતો. સોચ વિચાર અને સ્વભાવ અને અકીદાને હઝરત ઈમામ હુસૈન (અ.સ.)એ અમુક મીનીટોમાં સફર દરમિયાન પલટાવીને હકની તરફ રજુ કરી દીધો હતો. આ અગાઉ કે જંગે સીફ્ફીનને તેમાંથી જ ઝહરીલા તત્વો નાકેસીન અને ખારેજીનના સમૂહ ઉભરાઈને સામે આવવા લાગ્યા. આ પૂરો ઇસ્લામના ખિલાફ ઝહેરથી ભરેલો અને ગંદો ઝેહરીલો, ઝેહરીલી તબ્લીગાતની એક મોટી યાદી હતી. એટલા માટે ફક્ત એટલું કહેવુ પુરતું થશે કે તે યઝીદ અને યઝીદીયત, શરિયત અને ઇસ્લામ નામ લઇને ઇસ્લામ જે મુર્સલે આઝમ અલ્લાહ તબારક વ તઆલાની તરફથી અમાનત લઇને આવ્યા હતા તેની તમામ અસરો બરબાદ થઇ ચુકી હતી, બદલાઈ ગઈ અને તેનાથી યઝીદ અને યઝીદીયત મનસુબ થઇ ચુક્યા હતા.
આથી યઝીદ મલઉને ઈરાદો કરી લીધો કે હુકુમતના દબદબાને વધારીને તમામ એહલે હકની બય્અતના થકી દીને ઇસ્લાહને ખત્મ કરી દેવામાં આવે.
પરંતુ બીજી તરફ રિસાલત મઆબ(સ.અ.વ.)ના જીગરબંદ પંજેતનની પાંચમી કડી તેવી ફિક્રમાં હતા કે કેવી રીતે આ દીની હિફાઝત થાય અને કેવી રીતે મારા જદની ઉમ્મતની ઈસ્લાહ કરવામાં આવે.
એક તરફ બાતીલ હકનો પહેરવેશ ઓઢીને હકથી બય્અત માંગી રહી હતી અને બીજી તરફ એહલે હક આ મોકાની તલાશમાં હતા કે કેવી રીતે આ બાતીલના ચેહરા ઉપરથી હકનો નકાબ ઉઠાવી લેવામાં આવે.
ઇસ્લામની તારીખમાં સન 61 હિજરીમાં એ વરસ આવ્યું કે આખી દુનિયાની સામે હક અને બાતીલનો ફેસલો થઇ ગયો. મૈદાને કરબલામાં જયારે નવાસે રસુલને ઘેરીને ત્રણ દિવસના ભૂખ્યા પ્યાસા શહીદ કરીને બાતીલે એમ વિચાર્યું કે તેણે દીને હકનો કિસ્સો તમામ કરી દીધો છે.
હઝરત ઈમામ હુસૈન(અ.સ.)એ નોકે નેજા ઉપરથી તિલાવત કરીને દીને ઇસ્લામની હક્કાનીયતને સાબિત કરી દીધી અને દુનિયાની સામે એ ચેહરો જાહેર કર્યો જે રસુલે અકરમ(સ.અ.વ.)એ ઓળખાવ્યો હતો.
બની ઉમૈય્યાની ખિલાફતનો દૌર એટલો સખ્ત હતો કે હદીસો અને રિવાયતોને બયાન કરવું મૌતનું કારણ હતું. આવા માહોલમાં શહાદતે હઝરત ઈમામ હુસૈન(અ.સ.) પછી જે ચીજે દીની તબ્લીગ અને કુવ્વત બક્ષી છે તે હતી “હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ની અઝાદારી”. લોકોનુ જમા થવું ખુબ જ મુશ્કીલ તરીન કામ હતું પરંતુ હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની અઝા એક એવો સંવેદનશીલ વિષય બની ચુક્યો હતો કે જેને સાંભળીને દરેક બેચૈન થઇ જતા હતા. હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની પછી તમામ અઈમ્મા(અ.મુ.સ.)એ આ રીતે લોકોને અઝા એ હુસૈનની દાવત આપી અને આ અઝાના સાયામાં દીને હકને લોકો સુધી પહોચાડ્યો.
આ અઝાદારી જે 1400 વર્ષોથી શરુ છે, તે એ જ દીને હકની તબ્લીગનો તરીકો છે, જેને શહાદતે હઝરત ઈમામ હુસૈન(અ.સ.) પછી તેમના ફરઝંદ હઝરત ઈમામ ઝૈનુલ આબેદીન(અ.સ.) અને તેમની બ્હેનોએ પ્રચલિત કર્યો.
આજે આપણું દર વર્ષે અઝાદારીને અંજામ દેવું હકીકતમાં આ દીને હકની તબ્લીગને અંજામ દેવું છે. આજ કારણ છે કે અસ્લ બાતીલ આજે પણ તેની મુખાલેફ્તમાં ફતવા જારી કરે છે અને અલગ અલગ રીતથી આક્ષેપો મુકે છે કે કેવી રીતે આ અઝાને ખત્મ કરી દેવામાં આવે કે જેથી તેના થકી જે દીને હકની તબ્લીગ થઇ રહી છે તેને રોકવામાં આવે.
એહલે બાતીલનુ આ કેહવું છે શહાદતે હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ને કેટલાય વર્ષો પસાર થઇ ગયા અને ખુદાવંદે આલમે તેમને જન્નત અતા કરી દીધી તો પછી હવે કઈ વાતની યાદ? અને તેનાથી શું ફાયદો? આ વાંધાના જવાબમાં મોટા આલીમે દીન અલ્લામા અમીની(અ.ર.) એક વહાબીને જવાબ દેતા ફરમાવ્યું કે દરેક મુસલમાન પોતાના ઉપર લાજીમ સમજે છે કે દર વર્ષે ઈદે કુરબાનના દિવસે પોતાના તરફથી બારગાહે ખુદાવંદીમાં કુરબાની પેશ કરે. જયારે કે આ કુરબાની એ વાકેઆની યાદમાં છે જેમાં ખલીલે ખુદાએ પોતાના ફરઝંદની કુરબાની પેશ કરી પરંતુ આ કુરબાનીમાં ઈબ્રાહીમ(અ.સ.)ના ફરઝંદની શહાદત થઇ ન હતી બલ્કે ખુદાવંદે આલમે એક દુમ્બો મોકલ્યો જયારે કે રોઝે આશુર ફરઝંદે રસુલને ત્રણ દિવસના ભૂખ્યા અને પ્યાસા કત્લ કરવામાં આવ્યા તો પછી શા માટે તેની યાદ દર વર્ષે મનાવવામાં ન આવે?
અગર ઈદે કુરબાન, હઝરત ઈબ્રાહીમ(અ.સ.)નો દિવસ અને ઈસ્માઈલ(અ.સ.) ઝબ્હ થયા તેનો દિવસ છે, તો રોઝે આશુર ખુદાનો દિવસ છે અને ઝીબ્હે અઝીમનો દિવસ છે કે જે દિવસના લીધે દીને ખુદાવંદ જીવંત અને બાકી છે.
આથી જે હકીકતમાં રસુલ અને આલે રસુલ (અ.મુ.સ.)ના ચાહવાવાળા છે, તેમના દિલ ગમ અને રંજ ગમનાક વાકેઆથી હમેશા ગમગીન રહેશે અને સોગવારી તેમના ઉપર તારી રહેશે. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ખુદ હઝરત ઈમામ હુસૈન (અ.સ.)થી એટલી બધી મોહબ્બત કરતા હતા કે તેમનું રડવુ પયગંબર(સ.અ.વ.)ને બેચેન કરી દેતુ હતું.
હાફીઝ તબ્રાની બયાન કરે છે:
એક દિવસ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) હઝરત ઈમામ હુસૈન(અ.સ.)નુ રડવું સાંભળીને આયશાના ઘરેથી નીકળીને જનાબે ઝહરા(સ.અ.)ના ઘરમાં દાખલ થયા અને ફરમાવ્યું કે ખબર નહિ હુસૈન(અ.સ.)નુ રડવુ મને બેચૈન કરી દે છે.
અહી હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)નુ બેચેન થવું તેમની ખુબ જ મોહબ્બતની દલીલ છે, તો જે એક ગીર્યા ઉપર આટલું બેચેન થાય તેમની શહાદત અને તે પણ એવી કે જેમાં તેમના જિસ્મને ખાક અને ખૂનની અંદર ડુબેલુ જોવે અને સુખા ગળા ઉપર ધાર વગરનું ખંજર ચાલતું જોવે તો શું તેમના દિલ ઉપર ગુઝરશે? અને તેમનું દિલ તે સમયે કેટલું બધું ગમઝદા થયું હશે કે જયારે તેમના કાતીલોથી બદલો ન લેવામાં આવ્યો હોય. આથી મોહબ્બતનો એ તકાઝો છે કે પયગંબર જે ગમમાં ગમગીન હોય તેનાથી મોહબ્બત રાખવા વાળા પણ ગમગીન થાય તે જરુરી છે.
તેના સિવાય આ ઉપરાંત શિયા અને સુન્ની કિતાબ એવી નથી કે જેમાં અઝાદારીને બાતીલ કરાર દીધી હોય. પરંતુ અગર ક્યાય પણ કોઈ વાંધો મળે છે તો અઝાદારીની રસ્મોના હવાલાથી મૌજુદ છે ન કે અઝાદારીના બારામાં. અગર તમામ વાંધાઓને એક બાજુ રાખી દેવામાં આવે અને એ વિચારી લેવામાં આવે કે ઇસ્લામના ઈતિહાસમાં એક દર્દનાક બનાવ બન્યો છે કે જેના બાદ તેની યાદ ન મનાવવામાં આવે જયારે કે તે બનાવે દીને ઇસ્લામની વાસ્તવિક શક્લને લોકો સામે પેશ કરી છે અને એહલે બાતીલના શરથી લોકોને સુરક્ષિત રાખ્યા છે તો તેનાથી ઉલ્ટુ બીજું શું કામ અંજામ દેવામાં આવે?
એ સવાલમાં ત્રણ પાસાઓ સામે આવે છે.
- ખામોશ રહેવુ અને દુરી ઈખ્તીયાર કરી લેવી.
- જશ્ન મનાવવું અને ખુશીઓનો પૈગામ દેવો
- મજલિસો ગોઠવવી અને જમા થવું અને લોકોને આશુરાના વાકેઆના બારામાં બતાવવું, મસાએબ અને મુસીબતોથી લોકોને આગાહ કરવા અને હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ના મકસદને લોકો ઉપર જાહેર કરવું.
ઉપર ના ત્રણેય પાસાઓમાં જો પ્રથમ તરીકો જોવામાં આવે ખામોશ રહેવું અને દુરી ઈખ્તીયાર કરી લેવી તો આ અમલ કરબલામાં જે કઈ ઈમામ હુસૈન(અ.સ.)ની સાથે આવ્યું છે, તેના ઉપર રાઝી રહેવાનું સમર્થન કરશે અને એવી રીતે ખુદા અને મલાએકાની લાનતનો હકદાર થશે કારણ કે આ ઝુલ્મથી રાઝી છે, જે એહલેબૈત(અ.સ.) પર નાખવામાં આવ્યા છે. બીજા પેહલુમાં ખુશી મનાવવી આ બાબત એકદમ આલે રસુલથી બુગ્ઝની નીશાની છે અને અગર આ વિચારીને ખુશ થાય છે એમ કહીને કે તેઓના શહીદ થવાથી દીને ઇસ્લામ જીવંત થયો અને સિતમગર રુસ્વા થયો તો અકીદો આજના દૌરમાં ઈસાઈઓનો છે, જે ઝાહેરી રીતે તો હઝરત ઈસા(અ.સ)ને સુળી ઉપર ચડાવવા જવાની ખુશીનો મુઝાહેરો કરે છે.
પછી તાર્કિક રીતે ત્રીજો રસ્તો બેહતર અને સહીહ છે કે જેના કરવાથી ન તો કોઈ નુકસાન પહોચી રહ્યું છે અને ઈન્સાનિયતના એતબારથી બેહતરીન અમલ છે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ અઝાદારી હકને બાતીલથી જુદો કરે છે અને તે દીની શરુઆતમાં જેની સ્પષ્ટતા કરવામાં આવી કે ખુદાવંદે આલમ જેને પસંદ કરે છે. આ અઝાદારી તેને ઝાહેર કરવાનો એક મહત્વનો ઝરીઓ છે. આથી એહલે બાતીલની નજર હંમેશા તેના ઉપર રહી છે અને રહેશે.
વાંધાઓના વાદળાઓ આવી રીતે પસાર થતા રહેશે પરંતુ ખુદાવંદે આલમ કુરઆને કરીમમાં ફરમાવી રહ્યો છે કે તમે મારો ઝીક્ર કરો હું તમારો ઝીક્ર કરીશ.
હઝરત ઈમામ હુસૈન(અ.સ.) એ નોકે નેઝા ઉપર અલ્લાહનો ઝીક્ર બરપા કર્યો, આથી ખુદાવંદે મુતઆલે ઈમામ હુસૈન(અ.સ.)ના ઝીક્રને એટલો બધો ફેલાવી દીધો કે આજે દુનિયાભરમાં ઈમામ હુસૈન (અ.સ.)ની અઝાદારીની વ્યવસ્થા થાય છે.
એટલા માટે દુશ્મનોની નજર અઝાદારી ઉપર છે કે કેવી રીતે તેને દાગદાર કરવામાં આવે? કેવી રીતે તેના ઉપર વાંધાઓનો વરસાદ કરીને તેને ખત્મ કરી દેવામાં આવે?
ઈમામ રેઝા(અ.સ.)ફરમાવે છે કે અમે મોહર્રમ એટલા માટે મનાવીએ છીએ કે ક્યાંક ગદીરની જેમ તમે મોહર્રમને ભુલાવી ન દયો.
આ હદીસ દીનને બાકી રાખવાના કેન્દ્ર બિંદુથી સ્પષ્ટતા કરે છે કે લોકો એ ગદીરને ભુલાવીને મોટું નુકશાન ઉઠાવ્યું, આથી હવે આ મોહર્રમને બેકાર ન જવા દેવામાં આવે.
ઈમામે ઝમાના(અ.સ.)નુ ઝીયારતે નાહિયામાં આમ કેહવું કે હું મારા જ્દ્દ પર દિવસ રાત ગીર્યા કરુ છુ અને આંસુઓના બદલે ખૂન રડું છુ તો તેમની અહમિયત માટે કાફી છે. એ ઈમામે ઝમાના(અ.સ.) આજે હુજ્જતે આલે મોહમ્મદ આપણી દરેક મજલીસ અને જુલુસના આયોજક છે, જેવી રીતે આપણે પોતાના મર્હુમીનના માટે અઝાદારીનું આયોજન કરીએ છીએ અને દરેક આવવાવાળાનો શુક્રીયા અદા કરીએ છીએ એવી જ રીતે ઈમામે ઝમાના(અ.સ.) પણ દરેક મજલીસની શરુઆતમાં અને અંતમાં અઝાદારોનો શુક્રીયા અદા કરતા હશે. દરેક જુલુસની આગળ આગળ પોતાના જદના ગમમાં ગમગીન શરીક થતા હશે.
આખરી વાત એ કે જયારે આ અઝા એટલી બધી મહત્વતા ધરાવે છે અને આ અઝામાં આપણા વક્તના ઈમામ પણ મૌજુદ રહે છે તો આપણી શિરકતમાં ગંભીરતા જરુરી છે. તેના બરપા કરવામાં આગળ આગળ રહેવું જરુરી છે અને તેમાં શિરકત ખુદાવંદે મુતઆલ, હઝરત રસુલે ખુદા(સ.અ.વ.), જનાબે ફાતેમા(સ.અ.), હઝરત અમીરુલ મોઅમેનીન અને દીગર તમામ અઇમ્મા(અ.મુ.સ.) અને એહલેબૈત (અ.મુ.સ.)ની ઉલ્ફત અને મોહબ્બતનો ઇઝહાર છે. હકીકી અર્થમાં આ જ અજ્રે રિસાલત છે.
દર વર્ષે અઝાદારી કાયમ કરવાનો પ્લાન કોઈ વ્યક્તિઓના સમૂહની દિમાગી શોધ નથી પરંતુ કોઈ પણ જાતના પક્ષ પાત રાખ્યા વગર વિચાર કરવામાં આવે તો આ આયોજન એ કાદિરે મુત્લકની તરફથી છે જેણે આ કાએનાતને પૈદા કરી અને ઇન્સાનને અશરફીયતનો દરજ્જો દઈને પૈદા કર્યો. દરેક નબી દીને ઇસ્લામ લઇને આવ્યા અને દરેક નબીની સામે તાગુતી તાકતોના મોટા મોટા મજબુત કિલ્લા, દુશ્મની, તકરાર, મુખાલેફ્તના જેટલા હથયારો હતા, બધા ઉભરાયને આગળ આવ્યા હતા. સવાલ અથવા હકનો પરચમ ક્યારેય પણ નીચે નથી થયો અને તાગુતી તાકતોનો પ્રભાવ એટલો વધી ગયો કે હવે હકનો પરચમ બુલંદ રહ્યો? ન લશ્કર હોય, ન બર્બાદીયોના સંગ્રહ હોય, ન ઝુલ્મ હોય, ન અણગમાવાળી ઈન્સાનિયત હોય અને સૌની સાથે દીને ઇસ્લામ ખત્મુલ મુર્સલીન તે રેહમતુલ્લીલ આલમીન હતા. તેમના ઝમાનામાં એટલો બધો ઉચ્ચાઈની ટોચ પર આવી જાય કે ન તાગુતી તાકતો ખુંચતી રહે, ચીખો પાડતી રહે અને દીને ઇસ્લામ દર વર્ષે આ અઝાદારીને જીવંત કરવા પર અને સોગવારીયતની સાથે દીની ભરપુર તબ્લીગને કાએનાતની ક્ષતીજથી હકની સદા બનીને ગુંજતી રહે. આપણને પૂછે છે કે દર વર્ષે અઝાદારી શા માટે?
અરે ડુબ કર પાર હો ગયા ઇસ્લામ
આપ ક્યાં જાને કરબલા ક્યાં હે?
Comments (0)