જુમ્આના દિવસે પઢવાની ઇમામે ઝમાના (અ.સ.)ની ઝિયારત

સલામ થાય આપના ઉપર અય અલ્લાહની ધરતી ઉપર તેની હુજ્જત. સલામ થાય આપના ઉપર અય અલ્લાહની મખલુકનું ધ્યાન રાખનાર.
સલામ થાય આપના ઉપર અય અલ્લાહના નુર કે જેમના થકી હિદાયત પામનારાઓ હિદાયત મેળવે છે અને જેમના થકી મોઅમીનોની મુશ્કેલી દૂર થાય છે સલામ થાય આપના ઉપર અય ખૌફે ખુદાની તહઝીબ રાખનાર.
સલામ થાય આપના ઉપર અય નસીહત કરનાર વલી. સલામ થાય આપના ઉપર અય નજાતની કશ્તી. સલામ થાય આપના ઉપર અય ઝિંદગીનો સ્ત્રોત.
સલામ થાય આપના ઉપર અને દુરૂદ અને સલવાત આપ પર અને આપના પાક અને પાકીઝા અહલેબયત (અ.સ.)ની ઉપર.
સલામ થાય આપ પર, અલ્લાહે આપને જે મદદનો અને જે બાબતને જાહેર કરવાનો વાયદો કર્યો છે તેમાં તે જલ્દી કરે. સલામ થાય આપના ઉપર અય મૌલા! હું આપનો ગુલામ છું અને આપના આગાઝ અને અંજામને જાણું છું.
હું આપના થકી અને આપના એહલબૈત (અ.સ.)ના થકી અલ્લાહની નઝદીકી ચાહું છું. હું આપના ઝુહુરનો અને આપના હાથે હક્કના જાહેર થવાનો ઇન્તેઝાર કરૂં છું
અને હું અલ્લાહ પાસે સવાલ કરૂં છું કે મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (સ.અ.વ.)ની ઉપર મારા સલામ મોકલે અને મને તમારો ઇન્તેઝાર કરવાવાળામાંથી આપને અનુસરનારામાંથી અને આપના દુશ્મનોની સામે આપના મદદગારોમાંથી અને આપની સામે શહાદત પામનારા તમારા ચાહવાવાળાઓમાંથી બનાવી દે.
અય મારા મૌલા! અય ઝમાનાના માલિક! આપના ઉપર અને આપના અહલેબય્ત (અ.સ.)ના ઉપર અલ્લાહના દુરૂદ અને સલવાત હજો. આજે જુમ્આનો દિવસ છે અને તે આપનો દિવસ છે જેમાં આપના ઝુહુરની તથા તેમાં આપના હાથે મોઅમીનોની નજાતની અને આપની તલવાર થકી કાફીરોના કત્લની અપેક્ષા રાખવામાં આવે છે અને અય મારા મૌલા તેમાં (આ જુમ્આમાં) હું આપનો મહેમાન છું અને આપનો પાડોશી છું. અને આપ, ઓ મારા મૌલા ઉદાર છો, અને ઉદાર વડવાઓના વંશમાંથી છો. મહેમાન નવાઝી કરવી અને પનાહ આપવી તે આપને શિરે છે.
તો પછી આપ મારી મહેમાનગતિ કરો અને મને પનાહ આપો. આપના ઉપર અને આપની પાકીઝા એહલેબૈત (અ.સ.) ઉપર અલ્લાહની રહેમત થાય.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *