ઇમામે ઝમાના (અજ.) એ ફરમાવેલ ચાલીસ હદીસો :

(1) અનલ મહદીયો અના કાએમુઝઝમાન – હું મહદી છું હું કાએમે જમાના છું. (બેહાર – જી. 52 પા. 2)
(2) અનલ લઝી અમલા ઓ હા અદલન કમા મોલઅત જવરા. – હું આ જમીનને અદલો ઇન્સાફથી (એ રીતે) ભરપૂર કરી દઇશ જે રીતે એ ઝુલ્મ અને અન્યાયથી ભરેલી હશે. (બેહાર – જી. 52 પા. 2)
(3) અના બકીયતુલ્લાહે ફી અરઝેહ – હું આ સરઝમીન (પૃથ્વીના પટ) પર અલ્લાહની અંતિમ હુજ્જત (નિશાની) છું. (બેહાર – જી 52 પા. 24)
(4) અનલ મુન્તકેમો મીન અઅદાએહ – હું એ ખુદાના દુશ્મનોનો બદલો લેનાર છું. (બેહાર – જી 52 પા. 24)
(5) અના ખાતમુલ અવસીયાઅ. – હું અવસિયાની ક્રમની અંતિમ કડી છું. (બેહાર જી. 52 પા. 30)
(6) વ બી યદફઅુલ્લાહ અઝઝ વ જલ્લલ બલાઅ અન અહલી વ શિઅતી. – અને મારી મારફત અલ્લાહ અઝઝ વ જલ્લ મારા એહલો અયાલ અને શિયાઓ ને બલાઓથી મુક્ત કરે છે. (બેહાર – જી. 52 પા. 30)
(7) ઇન્ની લ અમાનુન લે અહલીલ અર્ઝ. – બેશક જમીનવાસીઓ માટે (હું) અમનો અમાન (શાંતિ અને સલામતી) છું. (જેમાં કોઇ શંકાને સ્થાન નથી.) (બેહાર – જી. 53 પા. 181)
(8) એઝા અઝેનલ્લાહો લના ફીલ કવ્લે ઝુહુરલ હક્કો વ અઝમલહલ્લ બાતિલ. જ્યારે ખુદાવંદે આલમ અમને વાતચીત કરવાનું આમંત્રણ આપશે (ત્યારે) હક જાહેર થશે અને બાતિલનો અંત આવી જશે. (બેહાર – જી. 53 પા. 196)
(9) વ અમ્મા ઝોહુરૂલ ફરજે ફઇન્નહ એલલ્લાહે તઆલા ઝીક્રોહ. – અને જ્યાં સુધી ઝુહુરની વાત છે તો તે માત્ર અને માત્ર અલ્લાહની શક્તિની વાત છે. (બેહાર – જી 53 પા.181)
(10) વ કઝેબલ વક્કાતૂન. – અને એ લોકો જે (મારા) ઝુહુરનો સમય નિશ્ર્ચિત (નક્કી) કરે છે, તે ખોટા છે. (બેહાર – જી. 53 પા. 181)
(11) વ અકસેરૂદ્દોઆઅ બે તઅજીલીલ ફરજે ફઇન્ન ઝાલેક ફરજોકુમ. – અને ઝુહુર માટે વધારે પ્રમાણમાં દોઆ કરતા રહો કારણકે, બેશક તેમાં જ તમારી સલામતી છે. (બેહાર)
(12) વ ઇન્ની અખરોજો હીન અખરોજો વલા બયઅત લે અહદીમ મેનત તવાગીતે ફી ઓનોકી. – અને નિસંશય મારા જાહેર થવાના સમયે, જ્યારે પણ હું જાહેર થઇશ ત્યારે કોઇ ઝાલીમની હુકુમત મારી ઉપર નહીં હોય. (બેહાર – જી. 53 પા. 181)
(13) વ અમ્મા વજહલ ઇન્તેફાએ બી ફી ગયબતી ફ કલ ઇન્તેફાએ બીશ શમ્સે એઝા ગય્યબતહા અનલ અબસારીસ સહાબ. – અને મારી ગૈબચતના જમાનામાં મારાથી ફાયદો ઉઠાવવો, એ તેના જેવું છે જેવી રીતે સૂરજ વાદળની પાછળ છુપાએલો હોય ત્યારે તેનો ફાયદો ઉપાડવામાં આવે છે. (બેહાર – જી. 53 પા.181)
(14) વ અમ્મલ હવાદેસુલ વાકેઅતો ફરજેઉ ફીહા એલા રોવાતે હદીસેના ફઇન્ન હુમ હજ્જતી અલયકુમ વ અના હજ્જતુલ્લાહે અલયહીમ. – બનનારા બનાવો વિશે હદીસોના બયાન કરનારાઓ પાસેથી જાણકારી પ્રાપ્ત કરો. બેશક તેઓ તમારા પર મારી હુજ્જત છે. અને હું તેમના પર ખુદાની હુજ્જત છું. (બેહાર – જી. 53 પા. 181)
(15) ફ ઇન્ના યોહતો ઇલ્મોના બે અન્બા એકુમ વલા યઅઝોબો અન્ના શયઉન મીન અખબારેકુમ. – બેશક અમાં ઇલ્મ તમારી વાતોની પરિક્રમા કરતુ રહે છે અને તમારી વાતોમાંથી કોઇ પણ વાત અમારાથી છુપી નથી. (હોતી.) બેહાર – જી. 53 પા. 175)
(16) ઇન્ના ગયરો મોહમેલીન લે મોરાઆતેકુમ વલા નાસીન લે ઝીકેક્રુમ. – બેશક અમે તમારી નીગેહબાની (ખબર જાણવા) માં ઢીલાશ નથી રાખતા અને તમારી યાદથી ગાફીલ (બેપરવ) નથી રહેતા. (બેહાર – જી. 53 પા. 175)
(17) ફલ યઅમલ કુલ્લુમરેઇન મીનકુમ મા યકરોબો બેહી મીન મહબ્બતેના. – (પછી) તમારા દરેક માટે એ જરૂરી છે કે : તમે એવા કામ કરો જે તમને અમારી મોહબ્બતથી ખૂબજ નઝદીક કરી દે. (બેહાર – જી. 53 પા. 176)
(18) વલ યતજન્નબો મા યુદનીહે મીન કેરા હેયતેના વસખતેના. – અને (તમારે) એવા દરેક કામથી પરહેઝ કરવી જોઇએ, (બચવું જોઇએ) જે તમારા માટે અમારી નારાજગીનું કારણ બને અને (તમને) અમારા ક્રોધથી નજદીક કરી દે. (બેહાર – જી. 53 પા. 176)
(19) ફમા યહ બેસોના અનહમ ઇલ્લા મા યત્તસેલો બેના મીમ્મા નુકરેહોહ. – અને પછી, અમારી સાથે એ વાતોને જોડવામાં આવે જે અમને પસંદ હોય. (તેનાથી વધુ) અમને કોઇ વસ્તુ એ વાતથી દૂર નથી રાખતી. (બેહાર – જી. 53, પા. 177)
(20) અમ્મા અમવાલોકુમ ફલા નુકબલોહા ઇલ્લા લે તોતહહ ફમન શાઅ ફલ યસિલ ફમન શાઅ ફલ યક તઅ. – અને જ્યાં સુધી અમે તેને કબુલ નહીં કરીએ, સિવાય કે એનાથી તમે પાક ન થઇ જાવ. પછી જે કોઇ ચાહે તે અમારી સાથે મેળાપ (જોડાણ) રાખે, અને જે ચાહે તે અમારાથી જુદો થઇ જાય. (બેહાર – જી. 53, પા.180)
(21) મન અકલા મિન અમ્વાલેના શયઅન ફઇન્નમા યઅકોલો ફી બત્નેહી નારન વ સયસ લા સઇરા. – જે અમારા માલમાંથી જરા (કણ જેટલું) પણ ખાશે તો તે પોતાના પેટને આગથી ભરવા સમાન છે અને તેને જલ્દી ભડકતી આગ (જહન્નમ) માં નાખી દેવામાં આવશે.
(22) અકદાલ્લાહે અઝઝ વ જલ્લ લા તોગાલબો વએરાદતલહ લા તોરદ્દો વ તવફીકોહ લા યુસબક. – ખુદાએ અઝઝવજલ્લ ની કુદરતના ઇરાદા નિષ્ફળ નથી જતા. તેનો ઇરાદો કદી પણ રદ કોઇ આગળ વધી શકતું નથી. (બેહાર – જી. 53 પા. 191)
(23) તલબુલ મઆરેફે મિન ગયરે તરીકેના અહલલ બયતે મોસાવેકુન લેઅનકારના. – અમો એહલેબેત સિવાય બીજા કોઇ (માધ્યમ)થી ઇલ્મ મેળવવું તે (અમારી વિલાયતનો) અમારો ઇન્કાર કરવા સમાન છે. (કિતાબ દિને – ફીતરત જી. 1)
(24) ઇન્નલ્લાહ તઆલા લમ યુખલોકીલ ખલ્ક અબસન વલા અહમલહમ સોદા. – બેશક, અલ્લાહ તઆલાએ જીવ સૃષ્ટિનું સર્જન નિરર્થક કર્યુ નથી. અને તેમને કારણ વગર સ્વતંત્રતા આપવામાં આવી નથી. (બેહાર – જી. 53 પા. 194)
(25) બઅસ મોહંમદન (સ.અ.વ.) રહમતન લિલ આલમીન વ તમ્મમ બેહી નેઅમતહ. – એણે (ખુદા એ ઈઝઝ વ જલ્લે) મોહમ્મદ સલ્લાલાહો અલયહે વ આલેહી વ સલ્લમને દુનિયાઓ પર રહેમત બનાવીને મોકલ્યા છે અને તેમની મારફત જ પોતાની નેઅમતોને પૂર્ણ કરી છે. (બેહાર – જી. 53, પા. 194)
(26) વ ખત્મ બેહી અંબેયાઅહ વઅરસલહ એલન્નાસે કાફફહ. – અને તેઓ (હ. મોહમ્મદ સ.અ.વ.) મારફત અંબિયાઓના ક્રમને પૂરો કર્યો અને તેઓને તમામ ઇન્સાનો તરફ (રસુલ બનાવીને) મોકલ્યા. (બેહાર – જી. 53, પા. 194)
(27) ઇન્નલ અર ઝ લા તખ્લુ મિન હજ્જતીન ઇમ્મા ઝાહેરન વ ઇમ્મા મગ મૂરા. – નિસંશય, જમીન ક્યારેય પણ ‘હજ્જતે – ખુદા’ થી ખાલી નથી હોઇ શકતી, ભલે પછી તેઓ જાહેર હોય કે (નજરોથી) ગાએબ હોય. (બેહાર જી. 53, પા. 91)
(28) અબલ્લાહો અઝઝ વ જલ્લ લિલ હક્કે ઇલ્લા ઇતમામન વલિલ બાતેલે ઇલ્લા ઝોહકા. – ખુદા તો માત્ર હક (પર અમલ થાય તે) અને બાતિલ નો અંત ચાહે છે. (બેહાર – જી. 53, જી. 193)
(29) અન્નહ લયસ બયનલ્લાહે અઝઝ વ જલ્લ વ બયન મહદીન કરાબહ. – બેશક અલ્લાહ અઝઝ વ જલ્લ અને બીજા કોઇના વચ્ચે નજદીકતાનું અસ્તિત્વ નથી. (બેહાર – જી. 53, પા. 180)
(30) મા અર ગમા અન્ફશ્શ્યતાને બે શયઇન અફઝલો મેનસ્સલાતે ફસલ્લેહા વર ગમ અન ફશ્શયતાન. અ નમાઝથી વધુ અફઝલ (શ્રેષ્ઠ) કોઇ વસ્તુ નથી જેનાથી શયતાન ધૂળ ચાટતો થાય છે. -તેથી નમાઝને (નિયમીત રીતે) અદા કરીને શયતાનને ધૂળ ચાટતો (ચાટવા માટે મજબુર) કરી દો. (બેહાર – જી. 53 પા.182)
(31) સજદતુશ શુક્રે મિન અલ ઝમીસ સોનને વ અવ જબેહા. – સજદએ શુક્ર લાઝીમ અને વાજીબ સ્તંભોમાંથી છે. (બેહાર – જી. 53, પા. 161)
(32) અઉઝો બિલ્લાહે મેનલ અમા બઅદલ જલાઅ. – હું (બસારત) આંતરદ્દષ્ટિ મળી ગયા પછીના અંધાપાથી અલ્લાહથી પનાહ ચાહું છું. (બેહાર – જી. 53, પા. 191)
(33) વમેનઝ ઝલાલતે બઅદલ હોદો. – અને હિદાયત પછી ગુમરાહીથી રક્ષણ ચાહ છું.
(34) વમિન મૂબેકાતિલ અઅમાલે વ મુરદેયાતિલ ફેતન. – અને તબાહી (નુકશાન) કરનાર કાર્યો અને ફીત્ના ફસાદ પૂર્ણ ઇરાદાઓ (વસવસા) થી પનાહ માંગુ છું. (બેહાર – જી. 53, પા. 191)
(35) એનિસ તર શત્તા ઉરશિત્તા વ ઇન તલબ્ત વજત્ત. – જો તમે હિદાયત મેળવવા ચાહો તો તમને હિદાયત મળશે અને જો તમે શોધશો તો તમને (રસ્તો) મળી જશે, (કમાલુદ્દીન જી. 2 પા. 502)
(36) ફ અગલેકુ બાબસ સોઆલે અમ્મા લા યઅનીકુમ – અને એવા પ્રશ્ર્નોથી દૂર રહો. જે તમારા માટે નિરર્થક (નકામા) હોય. (બેહાર – જી. 53, પા. 181)
(37) વલા તત કુલ્લફુ ઇલ્મ મા કદ કફયતુમ. – જેની જરૂરત ન હોય તેવું (બિન ઉપયોગી) ઇલ્મ મેળવવા માટે (બિનજરૂરી) તકલીફ ન ઉપાડો. (બેહાર – જી. 53, પા. 181)
(38) અન્નલ હક્ક મઅના વ ફીના વલા યકૂલો ઝાલેક સેવનાના ઇલ્લા કઝઝાબુન મુફતન વલા યદદઇ હે ગયરોના ઇલ્લા ઝાલુન ગવીયુન. – બેશક, હક અમારી સાથે અને અમારા માં છે અને આમ અમારા સિવાય કોઇ કહી શકતું નથી અને જો કોઇ આવુ કહે તો તે જુઠ્ઠા અને ફરેબી છે. અમારા સિવાય કોઇ આ (હક પર હોવાનો) દાવો કરી શકતું નથી. સિવાય કે તે હેરાન, ગુમરાહ, અને અક્કલ વગરનો હોય.
(39) કોલૂબોના અવ એયતુન લે મશીયયતીલ્લાહે ફએઝા શાઅ શેઅના. – અમાં દિલ મશીયયતે ખુદા તરફ છે. જ્યારે તે ચાહે છે, ત્યારે અમે ચાહીએ છીએ.
(40) વલવ અન્ન અશયાઅના (વફફકહોમુલલ્લાહો લે તાઅતેહી) અલા ઇનતેમા ઇન મેનલ કોલુબે ફીલ વફાએ બિલ અહદે અલયહીમ લમ્મા તઅખખર અનહોમુલ યુમ્ન બે લેકાએના. – જો અમારા શિયાઓ (ખુદા તેઓને ઇતાઅતની તૌફીક અતા કરે.) તેમના વચન અને વાયદાઓ (કૌલ કરાર) પર એક થઇને હૃદયપૂર્વક સાબિત કદમ રહે તો અમારી બરકતવંતી મુલાકાતમાં વિલંબ નહીં થાય.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *