બે નૂરની મીલાદ પહેલું નુર

શાબાન મહિનાની ત્રીજી તારીખ અને હિજરતે નબવીનું ચોથુ વરસ હતુ કે આગોશે ઝેહરાએ મોહમ્મદે મુસ્તુફા (સ.અ.વ.) માં ઇમામતના ત્રીજા નૂરનો ઉદય થયો ખુદાએ અઝઝા વ જલ્લની આઠમી હુજ્જત અલી બિન મૂસા અલ રેઝા (અ.સ.) નું બયાન છે કે જ્યારે ઇમામ હુસૈન (અ.સ.) પેદા થયા તો રસુલે ખુદા (સ.અ.વ.) એ અસ્મા બિન્તે ઉમેસને ફરમાવ્યું કે ઓ અસ્મા! લાવો મારા દિકરાને અસ્મા કહે છે હં એ હઝરત (અ.સ.) ને હઝરત રિસાલત મઆબ (સ.અ.વ.) ની ખિદમતમાં લઇ ગઇ, હઝરત ખતમી મરતબને પોતાની પાસે લઇને જમણા કાનમાં અઝાન અને ડાબા કાનમાં એકામત કહી. પછી જીબ્રઇલ (અ.સ.) નાઝિલ થયા અને કહેવા લાગ્યા કે હક તઆલા આપને સલામ કહે છે અને ફરમાવે છે અલી (અ.સ.) ની નિસ્બત તમારી સાથે એવી જ છે જેવી હારૂન (અ.સ.) ની નિસ્બત મૂસા (અ.સ.) થી હતી. હારૂનના નાના દિકરાના નામ પર આનુ નામ શબ્બર રાખો અને કેમ કે આપની અરબી જબાન છે તેથી આનુ નામ ‘હુસયન’ રાખો. રસુલે અકરમ (સ.અ.વ.) એ બાળકને ચુમી લઇ ફરમાવવા લાગ્યા : મારા લાલ! અઝીમ મુસીબત તારી સામે આવશે. ખુદાયા! લાઅનત ફરમાવ એના કાતિલો પર પછી ફરમાવ્યું એ અસ્મા! આ વાત ફાતેમાને ન કહેતા સાતમા દિવસે રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવ્યું કે મારા ફરઝન્દને લાવો જ્યારે એમને આં હઝરત (સ.અ.વ.) પાસે લઇ ગઇ તો એક કાળુ અને સફેદ ઘેટું અકીકા માટે લાવવામાં આવ્યું. એની એક રાન દાયણને આપવામાં આવી. એ હઝરત (અ.સ.) ના માથાના વાળ મુંડવામાં આવ્યા અને વાળના વજન પ્રમાણે ચાંદી, સદકો આપવામાં આવ્યો પછી પોતાના ખોળામાં લઇને ફરમાવ્યું :
ઓ અબુ અબ્દુલ્લાહ ! તારૂં કત્લ થવુ મારા પર કેટલુ સખ્ત ગુજરશે. આમ કહીને આં હઝરત (સ.અ.વ.) ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા.
અસ્માએ કહ્યું : મારા મા – બાપ આપ પર કુરબાન થાય. આ કેવી ખબર છે કે જે આપ (સ.અ.વ.) એ વિલાદતના પહેલા જ દિવસે સંભળાવી હતી. અને આજે પણ સંભળાવી રહ્યા છો! અને રડી રહ્યા છો. આં હઝરત (સ.અ.વ.) ફરમાવ્યું કે હું મારા આ જીગરના ટુકડા પર એ માટે રડી રહ્યો છુ કે બની ઉમય્યાની એક સિગમગર અને જાલીમ જમાઅત એને શહીદ કરશે. ખુદાવંદે આલમ મારી શફાઅત આ જમાઅતને નસીબ ન કરે. આને એ શખ્સ કત્લ કરશે જે મારા દીનમાં ફિત્નો પેદા કરશે. પછી આપે ફરમાવ્યું કે હું ખુદાની બારગાહમાં આ બન્ને ફરઝંદો માટે એ જ સવાલ કં છું જે ઇબ્રાહીમ (અ.સ.) એ પોતાના વંશ અને અવલાદમાટે કર્યો હતો કે ખુદાવન્દા! તું એમને દોસ્ત રાખજે એમને દોસ્ત રાખે અને એ લોકો પર લાઅનત કરજે એમને દુશ્મન રાખે. અને એવી રીતે લાઅનત કર કે જમીન અને આસ્માન ઉભરાઇ જાય. (તારી લાઅનતથી). (મુન્તહલ આમાલ)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *