બીજુ નુર :

શાબાનુલ મોઅઝઝમની પંદરમી રાત, 255 હિજરીમાં ખુદાવન્દે આલમ મુતંઆલએ અગ્યારમાં પેશ્વા ઇમામ હસન અસ્કરી (અ.સ.) ને એક એવો ફરઝન્દ અતા કર્યો જેનું નામ ‘મોહમ્મદ’ રાખવામાં આવ્યું. આ ફરઝન્દની માતા રોમના એશિયાઇ કુચકની રહેવાવાળા હતા. જેમનું પવિત્ર નામ ‘નરગીસ’ (અરબી ભાષામાં નરજીસ) હતું. ઇફફત તકવા અને પવિત્રતામાં કમાલની મંઝિલ પર ફાએઝ હતા જાતી સિફતોની સાથે સાથે ઇમામ અલી નકી (અ.સ.) ની હઝુરમાં રહીને જે લાભ મેળવ્યો તેના થકી તેમનું વ્યક્તિત્વ ખીલી ઉઠ્યું તેથી ઇમામ અલી નકી (અ.સ.) એ પોતાના ફરઝંદે અરજુમન્દ ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની ઝવજીયત માટે પસંદ કરી લીધા.
શીયાઓના ઇમામે મવઉદ બાપની તરફથી એવા ફઝાએલ અને કરામાત અને માની તરફથી એવા ગુણો અને પાકીઝગીનો વારસો લઇને આ દુન્યામાં તશરીફ લાવ્યા કે મુબારક વજુદથી મઝલુમ અને રિબાએલી પ્રજા અને ફિદાકારોના દિલમાં ઉમ્મીદની કિરણ પેદા કરી દીધી.
આ નવજાત બાળક રહસ્યપૂર્ણ અને ભયજનક વાતાવરણમાં 260 હિજરી સુધી પોતાના વાલીદે બુઝુર્ગવારની હિફાઝતમાં રહ્યા અબ્બાસી હાકીમો અને સુલતાનને આ શુકનવંતા બાળકની બેખબર રાખવા માટે લોકોની નજરથી છુપા રાખવામાં આવ્યા ઇમામ હસન અસ્કરી (અ.સ.) ના અમૂક ખાસ દોસ્તો જ આપ (અ.સ.) ના બારામાં જાણતા હતા.
પીદરે બુઝુર્ગવારની શહાદત પછી મનસબે ઇમામત પર ફાએઝ થયા અને અલ્લાહના હકુમથી ગયબત અખ્તેયાર કરી. ફક્ત આપના ખાસ નાએબીનથી જ આપ મુલાકાત કરતા તે સિવાય આપ કોઇની સાથે મુલાકાત ન્હોતા કરતા અને જાહેર પણ ન થતા.
‘મોહમ્મદ’ અલ હજ્જતુલ મહદીની સિવાય અગ્યારમાં ઇમામ (અ.સ.) ને બીજી અવલાદ કે ફરઝંદ ન હતા. પોતાના પિદરે બુઝુર્ગવારની શહાદત સમયે આપની ઉમ્ર મુબારક પાંચ વર્ષની હતી. ખુદાવન્દે આલમે એમને પોતાની હિકમતની મરકઝ (મઘ્યબિન્દુ) સ્થાપીત કર્યા. એ હઝરત (અ.સ.) યહ્યા (અ.સ.) ની જેમ બાળપણમાં જ ઇમામતના મનસબ પર ફાએઝ થયા. હઝરત ઇસા (અ.સ.) જેમણે બાળપણમાં જ નુબુવ્વતનો ઉચ્ચ દરજ્જો હાસીલથઇ આ વાત સૂર્યના પ્રકાશની જેમ જાહેર રીતે કહી શકાય છે કે ખુદાએ અઝઝા વ જલ્લાના તમામ પયગમ્બરોને ખાસ કરીને ઇસ્લામના અઝીમુલ મરતબત પયગમ્બર સલ્લ્લાહો અલ્યહે વ આલેહીએ આપ (અ.ત.ફ.) ને ‘સાહેબુલ સૈફ અલ કાએમ’ અને ‘અલ અબ્દુસ્સાલેહ’ કહીને આપની તારીફ અને ઓળખણ કરી છે.
ખુદાની આ આખરી હુજ્જત આજે પણ ગૈબકના પરદમાં રહીને કાએનાત આલમને પોતાના અસ્તિત્વના ભરપુર લાભ થકી ફાયદો પહોંચાડી રહ્યા છે.
اِنَّ الْحَقَّ مَعَنَا وَ فِينَا لَا يَقُولُ ذٰلِكَ سِوَانَا اِلَّا كَذَّابٌ مُفْتَرٍ وَ لَا يَدَّعِيهِ غَيْرُنَا إِلَّا ضَآلٌّ غَوِيٌّ
બેશક હક અમારી સાથે છે અને અમારા હાથોમાં છે, અમારા સિવાય જ કોઇ આ વાતનો દાવો કરશે તે જૂઠો મનઘડત વાતો કરનાર. ગુમરાહ અને ભટકેલો છે. (બેહાર જી. 53)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *