હર્રાનો બનાવ:

હર્રા મદીનાની નજીકનું એક સ્થળ છે જ્યાં હિ. સ. 63માં યઝીદના લશ્કરે ખુનામરકી, લૂંટમાર, અને બદકારીનું બજાર ગરમ કર્યું હતું. આ બનાવ અમે આ અંકમાં આગળના પાના ઉપર વિગતવાર રજુ કરેલ છે.

ઇમામ એહમદ બિન હમ્બલનું કથન:

હિજરી 56માં મોઆવીયાએ યઝીદને પોતાનો વલી અહદ બનાવ્યો અને તેના રાજ્યમાં પોતાની પછી તેની ખિલાફતનો પ્રચાર કરવાનો શરૂ કરી દીધો. હિજરી 60માં મોઆવીયાના મૃત્યુ પછી યઝીદ ખિલાફતના તખ્ત ઉપર બેઠો અને હિજરી સન 61માં કરબલાનો બનાવ બન્યો.

ઇસ્લામના ચાર મશ્હૂર આલિમોમાંના એક ઇમામ એહમદ બિન હમ્બલે પોતાના પુત્રને નસીહત કરતાં લખ્યું છે.

અય મારા પુત્ર! યઝીદ ઉપર લઅનત કરનાર જ અલ્લાહ ઉપરના પોતાના ઇમાનને બાકી રાખી શકે છે.

કરબલાનો બનાવ બની ગયો. પરંતુ ઇતિહાસના દિલ ઉપર એવો દાગ લગાડી દીધો છે કે જે હંમેશ માટેના આઘાત અને બેચૈનીનું કારણ બની ગયો છે. આ દાગે માનવતાની દુનિયામાં એક એવો પ્રકાશ ફેલાવ્યો છે જેના થકી આ કલંકિત વંશાવળીની એક એક વ્યક્તિની ઓળખ દરેક જમાનામાં કયામત સુધી થતી રહેશે. જેવી યઝીદીય્યતની તરફેણમાં કોઇ પેન કાગળ ઉપર લખવાની શરૂઆત કરે છે ત્યાં બીજી તરફ  ખુદ લખનારના ગળામાં બદનામી અને નીચતાનો ફંદો ખેંચાવા લાગે છે અને ઇતિહાસના તથ્યો લઅનતના તમાચાઓ બની તેના ગાલ ઉપર વરસવા લાગે છે.

* * * * *

યોગીન્દર પાલ સાબીરની નઝમના કત્આત

ખુશ્બુએ હુસૈન આને લગી બાદે સબાસે

આંસુ જો બહે દીદહે નમ હો ગયા તાઝા

ફીર જલ્વા કીયા માહે મોહર્રમને ફલક પર

ફીર હઝરતે શબ્બીર કા ગમ હો ગયા તાઝા

સુનેંગે લોગ માજરા એ હુસૈન

ફીઝામેં ચીખા કરેંગે હંમેશા હાએ હુસૈન

હર એક આબકા કત્રા હૈ અલ અતશ કી સદા

હર એક ગર્મ ઝમીં પર હૈ નકશ હાએ હુસૈન

તીર વ શમશીર નહિં નકશ વ નીગાર ઇસ્લામ

સબ્રે શબ્બીર મેં હે અસ્લ વકારે ઇસ્લામ

દોશે એહમદ કી સવારી કા એવઝ શેહને દીયા

અપને કાંધો પે ઉઠાએ રહે બારે ઇસ્લામ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *