ઝિયારતે નાહિયાની સમજુતી; ભાગ ૩

(અલ-મુન્તઝર મોહર્રમુલ હરામના ખાસ અંક – હિ.સ. ૧૪૨૯ ના અનુસંધાનમાં શરૂ)

(૯) અસ્સલામો અલબ્ને સિદ્રતિલ્ મુન્તહા.

“સલામ થાય સિદ્રતુલ મુન્તહાના ફરઝંદ ઉપર

શબ્દ “સિદ્રહનો મતલબ છે, “બોરડીનું ઝાડ આ શબ્દ સુરે નજ્મની આયતોમાંથી લેવામાં આવ્યો છે:

વલકદ્ રઆહો નઝ્લતન્ ઉખ્રા ઇન્દ સિદ્રતિલ મુન્તહા, ઇન્દહા જન્નતુલ મઅવા

(સુરે નજ્મ આ: ૧૩-૧૫)

તેને તો એકવાર ફરી જોયો હતો સિદ્રતુલ મુન્તહાની પાસે, તેની પાસે જન્નતુલ માવા છે

એટલે કે પયગમ્બરે અકરમ હઝરતમોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.)એ જીબ્રઇલ(અ.સ.)ને મેઅરાજની રાત્રે તેમના અસલી સ્વરૂપમાં જોયા હતા. સિદ્રતુલ મુન્તહાની પાસે, જન્નતુલ મઅવાની નજીક. આ તફસીર એ રિવાયતોની રોશનીમાં છે કે જેને શીઆ અને સુન્નીએ બહોળી સંખ્યામાં નકલ કરી છે. ચાલો, જોઇએ કે એહલેબૈત(અ.મુ.સ.)ની તાલીમની રોશનીમાં સિદ્રતુલ મુન્તહાની તાવીલ શું છે……

(૧) નામનું કારણ:

હઝરત ઇમામ અબુ જાફર, મોહમ્મદ બાકિર (અ.સ.)થી રિવાયત છે કે, બોરડીના ઝાડને અલ મુન્તહા (એટલે કે ખત્મ થવાની જગ્યા) એટલા માટે કહેવામાં આવે છે કે મલાએકા (એ ફરિશ્તાઓ કે જે આપણા નામએ આમાલ લખે છે) ઝમીન વાસીઓના નામએ આ’માલને લઇને અસ્સિદ્રહની જગ્યા સુધી જાય છે. ત્યાં નેક-માનનીય રક્ષકો બંદાઓના તે આ’માલને બોરડીના ઝાડ નીચે બેસીને લખે છે. એટલા માટે તેને સિદ્રતુલ મુન્તહા કહે છે.

(એલલુશ્શરાએઅ, શૈખ સદૂક(અ.ર.), બેહારૂલ અન્વાર, ભાગ:૧૮ પા:૩૫૨)

(૨) બોરડીનું વિશાળ વૃક્ષ:

હદીસે મેઅરાજે નબવીમાં વર્ણવાએલુ છે:

જીબ્રઇલે મને એક મહાન વૃક્ષ પાસે ઉતાર્યો, કે તેના જેવુ વૃક્ષ મેં જોયુ હતુ. તેની દરેક ડાળ પર અને દરેક પત્તા ઉપર એક ફરિશ્તો હતો. ત્યાં સુધી કે તેના દરેક ફળ ઉપર એક ફરિશ્તો હતો. અલ્લાહ અઝ્ઝ જલ્લના નૂરનો તાજ તેના ઉપર ચમકી રહ્યો હતો. જીબ્રઇલે કહ્યું: સિદ્રતુલ મુન્તહા છે. આપના પહેલાના નબીઓ અહીં થોભી ચૂક્યા છે, પરંતુ તેની આગળ કોઇ નથી જઇ શક્યુ, પરંતુ .. આપ ત્યાં તશ્રીફ લઇ જશો

(કશ્ફુલ યકીન ફી ઇમ્રતે અમીરીલ મો’મેનીન, પા:૮૯-૯૧)

(૩) મૌલા અમીરૂલ મો’મેનીન હઝરત અલીય્યુબ્નો અબી તાલિબ(અ.સ.)ની પવિત્ર ઝાત:

અમુક રિવાયતોમાં ખુદ હઝરત અમીરૂલ મો’મેનીન (અ.સ.)ની પવિત્ર ઝાતને સિદ્રતુલ મુન્તહા તરીકે યાદ કરવામાં આવેલ છે. દા.ત. હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)થી એક ઝિયારત મૌલાએ મુત્તકેયાનની શાનમાં મન્કુલ છે.

“અસ્સલામો અલા શજરતે તૂબા વ સિદ્રતિલ મુન્તહા

“સલામ થાય તૂબાના વૃક્ષ પર અને સિદ્રતુલ મુન્તહા પર

(બેહારૂલ અન્વાર, ભાગ:૧૦૦ પા:૩૦૬, મિસ્બાહુઝઝાએર પા:૭૭-૭૮ પરથી વર્ણવતા)

આજ કારણ છે કે ઝિયારતે નાહિયામાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ને સિદ્રતુલ મુન્તહાના ફરઝંદના નામથી યાદ કરવામાં આવ્યા છે.

(૪) તમામ એહલેબૈત(અ.મુ.સ.) પોતે સિદ્રતુલ મુન્તહા છે:

ઇમામ જાફરે સાદિક(અ.સ.) સિદ્રતુલ મુન્તહાના વિશે ફરમાવે છે:

તેના મૂળ અચળ અને મજબુત છે અને તેની ડાળ આસમાનમાં છે. હઝરત રસુલે ખુદા (...) તેનું મૂળ છે. હઝરત અલી (..) તેનું થડ છે. .ફાતેમા(..) તેની ડાળ છે અને અઇમ્મએ માસુમીન(.મુ..) તેમની બાકીની ડાળીઓ છે અને અમારા શીઆ તથા ચાહવાવાળાઓ તેના પત્તા (પાંદડા) છે.

રાવીએ પુછ્યું: “મારી જાન આપ પર કુરબાન થાય! મુન્તહાથી મુરાદ શું છે?

આપે જવાબમાં ફરમાવ્યું:

ખુદાની કસમ! દીનની સીમા અહીં છે (એટલે કે અઇમ્મહ(.મુ..) દીનની અંતિમ સંપૂર્ણતા છે.) જે કોઇ વૃક્ષમાંથી નથી તે મોઅમીન નથી અને અમારો શીઆ નથી

(બેહાર ભાગ:૨૪ પા:૧૩૯, બસાએરૂદ્દરજાતમાંથી નકલ)

(૫) સિદ્રતુલ મુન્તહા હઝરત અલી બિન અબી તાલીબ(અ.સ.)ની ઝંખના ધરાવે છે.

પયગમ્બરે અકરમ હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)થી રિવાયત મન્કુલ છે:

“જ્યારે મને આસમાનની સફર પર લઇ જવાયો (એટલે કે મેઅરાજ પર) અને હું સિદ્રતુલ મુન્તહા સુધી પહોંચ્યો તો એક જબરદસ્ત ખુશ્બુથી મહેકી ઉઠ્યો અને તેના થડમાંથી એક તેજ હવા ચાલી. મેં જીબ્રઇલ(અ.સ.)ને કહ્યુ આ શું છે? તેમણે જવાબમાં કહ્યું:

“હાઝેહી સિદ્રતુલ મુન્તહા ઇશ્તાકત એલા ઇબ્ને અમ્મેક હીન નઝરત્ એલય્ક

“આ સિદ્રતુલ મુન્તહા છે, તેણે જ્યારે આપ(સ.અ.વ.)ને જોયા તો આપના કાકાના દીકરા ભાઇની ઝંખના કરી

તે સમયે મેં મારા પરવરદિગાર તરફથી એક મુનાદીને નિદા દેતા સાંભળ્યો:

“મોહમ્મદ(સ.અ.વ.) અંબિયા અને મુરસલીનમાં શ્રેષ્ઠ છે, અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.) અવલીયામાં શ્રેષ્ઠ છે, અને અલી(અ.સ.)ની વિલાયત અને મોહબ્બત રાખનારાઓ તમામ મખ્લુકમાં શ્રેષ્ઠ છે…..

(તફસીરે ફુરાત, બિન ઇબ્રાઇમ કુફી, પા:૨૧૯)

(૬) પયગમ્બરે અકરમ(સ.અ.વ.)ની ચિંતા – ગમની દવા:

રિવાયતમાં મળે છે કે જ્યારે હઝરત મોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.) ખુબજ ચિંતા અને વ્યાધીમાં સપડાતા તો હઝરત જીબ્રઇલ(અ.સ.) સિદ્રતુલ મુન્તહાથી અમુક પાંદડાઓ લાવતા અને પયગમ્બરે અકરમ(સ.અ.વ.)ના મુબારક સરને તેનાથી ધોતા, જેના લીધે આપ (સ.અ.વ.)નો ગમ દૂર થઇ જતો. (અલ કાફી) -એટલે જ રિવાયતોમાં મળે છે કે બોરડીના પાંદડાઓથી પોતાનું માથુ ધોવો. કારણ કે તેના લીધે ઇન્સાન ૭૦ દિવસ સુધી શયતાનના વસવસાથી સુરક્ષિત રહે છે.

(બેહારૂલ અન્વાર, ભાગ:૧૬ પા:૮૭)

(૭) સિદ્રતુલ મુન્તહા  પર લખાયેલુ છે:

આં હઝરત(સ.અ.વ.) ફરમાવે છે: “જ્યારે હું સિદ્રતુલ મુન્તહા સુધી પહોંચ્યો, તો જોયું કે ત્યાં લખેલુ છે:

હું અલ્લાહ છુ, મારા સિવાય કોઇ ખુદા નથી. હું એકલો છુ, મોહમ્મદ(...) મારી તમામ મખ્લુકમાં ચુંટાએલા છે. મેં તેમના વઝીરના થકી તેમની મદદ કરી. – મેં (એટલે કે .રસુલે ખુદા(...)) પુછ્યું: “મારો વઝીર કોણ છે? ફરમાવ્યું: “અલી ઇબ્ને અબી તાલીબ(..) જ્યારે મેં સિદ્રતુલ મુન્તહાને પસાર કરી લીધુ તો પરવરદિગારે આલમીનના અર્શ સુધી પહોંચી ગયો.

(અલ ખેસાલ, ભાગ:૪)

(૧૦) અસ્સલામો અલબ્ને જન્નતિલ મા’વા.

“સલામ થાય જન્નતુલ માવાના ફરઝંદ ઉપર

આ પહેલાના વાક્યમાં ટૂંકમાં જન્નતુલ માવાનો ઉલ્લેખ થયો હતો કે સિદ્રતુલ મુન્તહા જન્નતુલ માવાની પાસે છે. એક માણસે હઝરત બિલાલ(૨હ.)ને સવાલ કર્યો કે: “જ્યારે લોકો જન્નતમાં દાખલ થઇ જશે, પછી શું કરશે? હઝરત બિલાલે(રહ.) ફરમાવ્યું: “તેઓ જન્નતની બે નહેરોમાં સૈર કરશે, તેમની હોડીઓ યાકુતની હશે અને તેમની હોડીઓના હલેસા યાકુત અને મોતીઓના હશે. તેમાં નૂરના ફરિશ્તાઓ હશે, જેઓ લીલો પોષાક પહેરેલા હશે. રાવીએ પુછ્યું: “શું તે લીલા નૂરમાંથી હશે? હઝરતબિલાલે(રહ.) ફરમાવ્યું: “પોષાક લીલા કલરનો હશે, પરંતુ તેઓનું જે નૂર હશે તે રબ્બુલ આલમીન(જલ્લ જલાલોહુ)નું નૂર હશે. જેથી તે આ નહેરના કિનારોઓ પર સૈર કરે. મેં પુછ્યું: “આ નહેરનું નામ શું છે? તેમણે જવાબ આપ્યો: “જન્નતુલ માવા

(તફસીરે નુરૂસ્સકલૈન, ભાગ:૫ પા:૧૫૬, મન લા યહઝોરોહુલ ફકીહમાંથી નકલ)

શબ્દ ‘જન્નત’ નો ડીક્ષનરી(ભાષાકોષ) મુજબ અર્થ છે “બગીચો અને ‘માવા’ થી મુરાદ છે, ‘પનાહની જગ્યા.’ આમ તો જન્નત (બાગ), બલ્કે જન્નાત (બગીચાઓ) પર રિવાયતની કિતાબોમાં લાંબી ચર્ચાઓ જોવા મળે છે. પરંતુ ચર્ચાને ન લંબાવતા અમો જન્નતુલ માવાના વિષે ચર્ચા કરીશુ. જે લોકો વધુ વિગતો ઇચ્છતા હોય તેઓ બેહારૂલ અન્વાર ભાગ:૮ પા:૨૮૦-૨૮૧ નો અભ્યાસ કરી શકે છે.)

(૧૧) અસ્સલામો અલબ્ને ઝમઝમ વ સફા

“સલામ થાય ઝમઝમ અને સફાના ફરઝંદ પર

દરેક મુસલમાન ખાસ કરીને તે ખુશનસીબ લોકો જેઓ હજ્જે બય્તુલ્લાહથી મુશર્રફ થયા છે, તેઓ ઝમઝમ, સફા મરવાના પહાડ અને ખુદાની અન્ય નિશાનીઓના મહત્વથી પરીચિત છે. વાંચકોની ખિદમતમાં અમો ફક્ત અમુક મહત્વના મુદ્દાઓ ઉપર છલ્લી રીતે રજૂ કરીએ છીએ:-

(૧) નામનું કારણ:

જનાબ અલી બિન ઇબ્રાહીમ કુમ્મીની નઝરમાં શબ્દ ઝમઝમ એ ઝમ્મના મૂળ પરથી તારવવમાં આવેલ છે, જેનો અર્થ છે: રોકવુ અથવા ઘેરી લેવુ અને તેનુ કારણ એ છે કે જ્યારે હઝરત ઇબ્રાહીમ(અ.સ.)ના પત્નિ જ.હાજરાએ મર્વાના પહાડ પરથી તેમના ફરઝંદ હઝરત ઇસ્માઇલ(અ.સ.) પર નજર નાંખી તો જોયુ કે, તેમના પગોની નીચેથી પાણીનું ઝરણું ફુટી રહ્યુ છે. (કારણ કે બન્ને માઁ/દીકરા એ તપતા રણમાં તીવ્ર તરસથી તડપી રહ્યા હતા. પાણીને જોઇને જનાબે હાજરાની ખુશીની કોઇ હદ ન હતી.) પરંતુ આ ઉછળી રહેલુ ઝરણું વહી રહ્યુ હતુ. તેથી જ.હાજરાએ તેની ચારે તરફ રેતીની નાની દિવાલ ઉભી કરી દીધી. આ કાર્યને અરબીમાં “ઝમ્મત્ કહે છે અને એજ લીધે તેનું નામ ઝમઝમ પડી ગયુ. આ જ.અલી બિન ઇબ્રાહીમનો દ્રષ્ટિકોણ હતો. પણ અમુક અરબ ભાષાશાસ્ત્રીઓની નજીક ઝમઝમ ખુદ એક ક્રિયાવાચક નામ છે. જેનો મતલબ છે કોઇ વસ્તુનું પુષ્કળ પ્રમાણમાં હોવું. ખાસ કરીને પાણીના માટે ઉપયોગ થાય છે.

(૨) ઝમઝમના અન્ય નામો:

હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.) ફરમાવે છે:

ઝમઝમના બીજા પણ નામો છે: રક્ઝતો જબ્રઇલ (જીબ્રઇલના કદમની જગ્યા), હફીરતો ઇસ્માઇલ (ઇસ્માઇલનો કૂવો), હફીરતો અબ્દિલ મુત્તલિબ (જ.અબદુલ મુત્તલિબનો કૂવો), બર્રહ (નેક), મઝમૂનહ (જેની ઝમાનત લેવાએલ હોય), અમુક નુસ્ખા (પ્રત)માં છે, મઝ્નૂનહ (કિમતી ખઝાનો), રવાઅ (તરસ બુઝાવનાર), શબ્અહ (તૃપ્ત કરનાર), તઆમ (ખોરાક), મત્અમ (ખાવાનું ખવડાવવાની જગ્યા), શફાઓ સુક્મ (બીમારીની શિફા).

(૩) ઝમઝમની શરૂઆત:

હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.) ફરમાવે છે કે:

જે સમયે હઝરત ઇબ્રાહીમ(..) .હાજરાને મક્કા પહોંચાડીને પરત થવા ઇચ્છતા હતા તો જનાબે હાજરાએ કહ્યું: “અય ઇબ્રાહીમ! આપ અમોને કોના પર (હવાલે) છોડી જઇ રહ્યા છો? ફરમાવ્યું: “હું તમો બન્નેને ઇમારત (ખાનએ કાબાના) પરવરદિગારને હવાલે છોડી જઇ રહ્યો છુ.

ઇમામ (..) ફરમાવે છે: “પછી જ્યારે પાણી ખત્મ થયુ અને બાળકને તરસ લાગી, તો .હાજરા ઉભા થયા, ત્યાં સુધી કે સફા પર પહોંચ્યા અને અવાઝ આપ્યો: “શું ખીણમાં કોઇ ઓળખીતુ અને મદદગાર છે? પછી ઉતરીને મરવહ પર આવ્યા અને પહેલાની જેમ અવાઝ આપ્યો. પછી તેમના દીકરા પાસે પરત આવ્યા. અચાનક આપે જોયુ કે દીકરાની એડીની નીચે પાણી છે, આપે પાણી એકઠુ કરી લીધુ, તો તે રોકાઇ ગયુ અને જો તેમણે એમજ છોડી દીધુ હોતે તો આજ સુધી વહેતુ રહેતે.

(અલ કાફી, ભાગ:૪, પા:૨૦૧)

(૪) જ.અબદુલ મુત્તલિબ(અ.સ.) અને ઝમઝમ:

અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)થી રિવાયત છે:

હઝરત અબ્દુલ મુત્તલિબ હજ્રે ઇસ્માઇલ(..) માં સુઇ રહ્યા હતા કે સ્વપ્નમાં કોઇ તેમની પાસે આવ્યું અને બોલ્યું: “બર્રહ (ઝમઝમનું એક નામ) ખોદો! તેમણે પુછ્યું: “બર્રહ શું છે? પછી તે માણસ ગાએબ થઇ ગયો. બીજા દિવસે પણ સ્વપ્નમાં તે વ્યક્તિ આવી અને કહ્યું: “મઝ્નૂનહ ખોદો. આપે કહ્યું: “મઝ્નૂનહ શું છે? પરંતુ તે માણસ ફરી ઓજલ થઇ ગયો. ત્યાં સુધી કે ત્રીજા દિવસે આવ્યો. જનાબે અબ્દુલ મુત્તલિબ સુતા હતા. ફરી તેજ માણસ આવીને કહેવા લાગ્યો: “તય્યેબહને ખોદો! આપે પુછ્યું: “તય્યેબહ શું છે? પરંતુ તે કહીને ચાલ્યો ગયો. ચોથા દિવસે ફરી જનાબે અબ્દુલ મુત્તલિબ સુતા હતા, તે શખ્સ સ્વપ્નમાં આવ્યો અને કહ્યું: “ઝમઝમ ખોદો! આપે પુછ્યું: “ઝમઝમ શું છે? તેણે કહ્યું: “ તો તે સુકાશે અને તો તેનુ પાણી ઓછુ થશે. પછી તે માણસે તેની જગ્યા ચીંધી. હઝરત અબ્દુલ મુત્તલિબ ઉભા થયા અને એજ જગ્યા કે જે બતાવી હતી, તેને ખોદી. જોઇ કુરેશ કહેવા લાગ્યા: “અય અબ્દુલ મુત્તલિબ! શું છે? આપે કહ્યું: “મને ઝમઝમનો કૂવો ખોદવાનો હુકમ થયો છે. આપે માટી હટાવી અને પાણી દેખાયુ એટલે કુરેશ કહેવા લાગ્યા: “અય અબ્દુલ મુત્તલિબ! આપના સાથે અમારો પણ તેમાં હક છે. કારણ કે અમારા બાપદાદાઓનો કૂવો છે. જનાબે અબ્દુલ મુત્તલિબે ફરમાવ્યું: “ તમારો નથી પણ મારા માટે ખાસ છે, તમારા માટે નથી.

(અલ કાફી, ભાગ:૪ પાના:૨૧૯ હ:૬, કનઝુલ ફવાએદ, પાના:૧૦૬)

(૫) આબે ઝમઝમની ફઝીલત:

હઝરત મુર્સલે અઅઝમ(સ.અ.વ.)એ ફરમાવ્યું:

માઓ ઝમ્ઝમ દવાઉન લેમા શોરેબ લહૂ

“આબે ઝમ્ઝમ તે દરેક દર્દની દવા છે, જેના માટે તે પીવામાં આવે

(અલ મહાસિન, ભાગ:૨ પાના:૩૯૯ હ:૨૩૯૫, મનલા યહઝોરોહુલ ફકીહ, ભાગ:૨ પાના:૨૦૮ હ:૨૧૬૪)

અલી બિન મેહઝીયાર કહે છે:

“મેં હઝરત ઇમામ મોહમ્મદ તકી(અ.સ.)ને ઝિયારતની રાત્રે (૧૧ ઝિલ્હજના) જોયા કે આપે તવાફુન્નીસા કર્યો અને મકામે ઇબ્રાહીમની પાછળ નમાઝ અદા કરી, પછી ઝમ્ઝમના ઝરણા પર આવ્યા. પોતાના હાથોથી હજરે અસ્વદની બાજુમાં રાખેલી ડોલથી પાણી કાઢ્યુ, પછી તેને પીધુ અને થોડુ પાણી પોતાના મુબારક જીસ્મના અમુક ભાગો પર છાંટ્યુ. પછી બે વાર ઝમ્ઝમની અંદર તશ્રીફ લઇ ગયા. અમારા એક દોસ્તએ જણાવ્યુ કે તેણે અગાઉના વર્ષે પણ ઇમામ(અ.સ.)ને આ મુજબ કરતા જોયા હતા.

(અલ કાફી, ભાગ:૪, પાના:૨૩૦, હ:૩)

(૮) આબે ઝમ્ઝમ પીવા પહેલાની દોઆ:-

આ વિષે બે દોઆઓ નક્લ થઇ છે:-

“બિસ્મિલ્લાહે અલ હમ્દો લિલ્લાહે અશ્શુક્રો લિલ્લાહે

(અલ મહાસિન, ભાગ:૨, પાના:૨૦૦ હ:૨૪૦૦)

જ્યારે ઇન્સાન ખાનએ કા’બાના તવાફથી ફારીગ થઇ જાય અને નમાઝે તવાફ પડી લે, તો તે ઝમ્ઝમ પાસે જાય અને મોટી ડોલથી એક અથવા બે વાર ખેંચીને પીએ. તેમજ માથા અને પેટ પર પણ નાખે અને કહે:

અલ્લાહુમ્મજ અલ્હો ઇલ્મન્ નાફેઅન વ રિઝ્કન વાસેઅન્ વ શેફાઅન્ મિન્ કુલ્લે દાઇન્ વ સુક્મ

“પરવરદિગાર! આને (મારા માટે) ફાયદાકારક ઇલ્મ, વિશાળ રિઝ્ક અને દરેક દર્દ અને બિમારીની શિફા બનાવ.

ત્યાર બાદ હજરે અસ્વદ તરફ પરત આવે.

(અલ કાફી, ભાગ:૪, પાના:૪૩૦, હ:૨, અત્તહઝીબ, ભાગ:૪ પાના:૧૪૪ હ:૪૭૬)

(૯) આબે ઝમ્ઝમની ભેટ આપવી:

હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) ફરમાવે છે:

“જ. રસુલે ખુદા(સ.અ.વ.) જ્યારે મદીનામાં હતા, તો (મક્કાથી પરત આવનારાઓથી) આબે ઝમ્ઝમની માંગણી કરતા

આતો થઇ ઝમ્ઝમ સબંધી અમુક ચર્ચા. હવે ખૂબ જ ટૂંકી ચર્ચા સફાના પહાડ વિશે કરીએ છીએ.

કુરઆને કરીમનો ઇર્શાદ છે:

“ઇન્નસ્સફા વલ મર્વત મિન્ શઆએરિલ્લાહે ફમન હજ્જલબય્ત અવિઅતમર ફલા જોનાહ અલયહે અંય્યતવ્વફ બેહેમા ખયરન્ ફઇન્નલ્લાહ શાકેરૂન અલીમ

(સુ.બકરહ, આ:૧૫૮)

બેશક! સફા અને મરવા બન્ને પહાડો અલ્લાહની નિશાનીઓમાંથી છે. તેથી જે કોઇ પણ હજ્જ કે ઉમ્રહ કરે, તેના માટે કોઇ વાંધો નથી કે બન્ને પહાડોને ચક્કર લગાવે અને જે કોઇ વધારે અમલે ખૈર કરશે, તો અલ્લાહ તેના અમલનો કદર કરનાર અને તેનાથી ખૂબ માહિતગાર છે.

(૧) અસ્સફા-નામનુ કારણ:

હઝરત ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:-

સફાના પહાડને સફા એટલા માટે કહે છે કે અલ્લાહના મુસ્તફા (ચુંટાએલા) હઝરત આદમ(..) તેના ઉપર જન્નતમાંથી નાઝિલ થયા હતા. તેથી અલ્લાહે તે પહાડનું નામ હઝરત આદમ(..)ના નામોમાંથી એક નામ પર રાખ્યુ.

અલ્લાહ તઆલા ફરમાવે છે:-

“ઇન્નલ્લાહસ્તફા આદમ

(સુ. આલે ઇમરાન, આયત:૩૩)

(એલલુશ્શરાએઅ, પાના:૪૩૧)

(૨) અલ્લાહનો સૌથી વધારે પ્રિય ઝમીનનો ટૂકડો:

અબુ બસીર વર્ણવે છે કે, મેં ઇમામ સાદિક (અ.સ.) ને કહેતા સાંભળ્યા કે:-

મસ્આ (એટલે કે સઇ કરવાની જગ્યા સફા અને મરવહ)થી વધારે અલ્લાહ(અઝ્ઝ જલ્લ)ને બીજી કોઇ જમીનનો ટૂકડો પસંદ નથી. કારણ કે જગ્યા છે, જ્યાં ઝાલિમો અને જાબીર લોકો ઝલીલ અને રૂસ્વા થાય છે

(બેહારૂલ અન્વાર, ભાગ:૯૯, પાના:૨૩૫, એલલુશ્શરાએઅ, પાના: ૪૩૩ માંથી નક્લ)

(વધુ આવતા અંકે ઇન્શાઅલ્લાહ)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *