ઇમામે અસ્ર (અ.સ.)ની નજદિકી મેળવવા માટે વ્યવહારૂ જરૂરતો

ઇમામે અસ્ર (અ.સ.)ની નજદિકી મેળવવા માટે વ્યવહારૂ જરૂરતો માનનીય વાંચકો, બે મહત્ત્વના વિષયો, ઇમામત અને ઇમામે અસ્ર (અ.સ.)ની ઇમામતના મહત્ત્વ પછી એવા ક્યા કાર્યો છે જે આપણને ઇમામે ઝમાના (અ.સ.)થી નજીક કરી શકે? અને એવી કઇ બાબતો છે જેના વડે આપણે તેમની દોઆઓમાં શામેલ થઇ શકીએ. આ સંદર્ભમાં અમૂક બાબતો […]

ગયબત અને સંવેદનશિલતા

ગયબત અને સંવેદનશિલતા (૧) અલ્લાહ સુબ્હાનહુ તઆલાની આ એક સુન્નત છે કે તેણે આ જમીનને પોતાની હુજ્જત વગર ખાલી નથી રાખી અને ન તો તે ક્યારેય ખાલી રાખશે: અમી‚લ મોઅમેનીન અલી (અ.સ.)એ એક ખુત્બામાં ફરમાવ્યું છે કે: اَللّٰهُمَّ اِنَّهُ لَا بُدَّ لَکَ مِنْ حُجَجٍ فِي اَرْضِکَ حُجَّۃٍ بَعْدَ حُجَّۃٍ عَلَي […]

ગયબત અને સંપર્ક

ગયબત અને સંપર્ક સમયગાળાના હિસાબે બે ગયબતો વચ્ચેનો તફાવત: ઇમામે ઝમાના (અ.સ.)ની ગયબતની શરૂઆત ૮મી રબીઉલ અવ્વલ હી.સ. ૨૬૦માં હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.)ની શહાદત બાદ શરૂ થઇ. ગયબતનો આ પહેલો તબક્કો ચોથા નાએબે ખાસ શૈખ અબુલ હસન અલી ઇબ્ને મોહમ્મદ અસ સયમુરી (અ.ર.)ની વફાત સુધીનો છે. તેમની વફાત ૧૫મી […]

ગયબત અને સંવેદનશિલતા

ગયબતની મુશ્કેલીઓ અને સવાબ (૧) વિલાયતનું ઇમ્તેહાન: ઇમામ અલી (અ.સ.) અથવા હસન ઇબ્ને અલી (અ.સ.)થી રિવાયત છે: َ إِنَّ اللَّهَ افْتَرَضَ‏ خَمْساً وَ لَمْ‏ يَفْتَرِضْ‏ إِلَّا حَسَناً جَمِيلًا الصَّلَاةَ وَ الزَّكَاةَ وَ الْحَجَّ وَ الصِّيَامَ وَ وَلَايَتَنَا أَهْلَ الْبَيْتِ فَعَمِلَ النَّاسُ بِأَرْبَعٍ وَ اسْتَخَفُّوا بِالْخَامِسَةِ وَ اللَّهِ لَا يَسْتَكْمِلُوا الْأَرْبَعَةَ […]

હ. ઈમામ મહદી (અ.સ.) અને શીઆ તથા સુન્ની વિચારધારાઓ

 بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ صَلَّی اللہُ  عَلَیْکَ یَا وَلِیَّ الْعَصْرِ اَدْرِکْنَا હ. ઈમામ મહદી (અ.સ.) અને શીઆ તથા સુન્ની વિચારધારાઓ હઝરત ઈમામ મહદી (અ.સ.) ના ઝુહુરનો અકીદો તેની તમામ વિગતો સાથે શીઆ અને એહલે સુન્નતની નવી અને પુરાણી કિતાબોમાં મૌજુદ છે. અર્થાત દરેક ઝમાનાના ભરોસાપાત્ર અને સનદ ધરાવતા આલિમો, હદીસવેત્તાઓ, […]

ઈન્તેઝારની અસરો અને બરકતો

ઈન્તેઝારની અસરો અને બરકતો પૂર્વભુમિકા: ઈન્તેઝારનો સંબંધ દીલની હાલતથી છે. એટલા માટે જ્યાં સુધી ઈન્તેઝારની પૂર્વભૂમિકા તૈયાર ન હોય ત્યાં સુધી કોઈ શખ્સ સાચો મુન્તઝીર થઈ શકતો નથી. તેમાં પહેલી બાબત એ છે કે ઈન્સાન જેનો ઈન્તેઝાર કરી રહ્યો હોય તેની તે  સાચી મઅરેફત  ધરાવતો હોવો જોઈએ. અગર આવનારના બારામાં […]

ઈમામે ઝમાના (અ.સ.) માટે દોઆ

ઈમામે ઝમાના (અ.સ.) માટે દોઆ પ્રસ્તાવના: દુનિયા રોજબરોજ ગુમરાહી તરફ આગળ વધી રહી છે. દરરોજ કોઈ નવી શોધ થાય છે. બુરાઈ અને ગુનાહો તરફ લઈ જવાવાળા તો ઘણા બધા મળે છે પરંતુ ગુમરાહી અને અંધકાર તરફ જવાથી રોકવાવાળા બહુ ઓછો લોકો જોવા મળે છે. આજે એવો સમય આવી પહોંચ્યો છે […]

તઝકેર-એ-હઝરત મહદી (અ.સ.)

 તઝકેર-એ-હઝરત મહદી (અ.સ.) કિતાબુંનું નામ : તઝકેર-એ-હઝરત મહદી (અ.સ.)  પ્રકાશક : એસોસીએશ ઓફ ઇમામ મહદી (અ.સ.) પોસ્ટ બોક્સ નં. ૧૯૮૨૨  મુંબઇ – ૪૦૦ ૦૫૦  પ્રકાશું વર્ષ : શાબાન, હી.સ. 1432, જુલાઈ-૧૧

ઈમામે ઝમાના (અ.સ.)ના બારામાં ૧૪ સવાલો (ભાગ-૨)

પ્રસ્તાવના :-

આજની દુનિયામાં આપણને જુદી જુદી મઝહબી માન્યતા ધરાવતા લોકો જોવા મળે છે તેમાંથી અમુક વકતાઓ છે, અમુક લેખકો છે, જે પોતાના વિચારોને વ્યકત કરવામાં કુશળ હોય છે અને બીજા સાધારણ દરજ્જાના એ લોકો પણ છે, જેઓ પોતાના વિચારોમાં ખોવાઈને કોઈપણ ખોટી માહિતીથી પ્રભાવિત થઈ જાય છે. તેઓ પોતાની ખોટી માન્યતા સાચી સાબિત કરવા બધા જ પ્રયત્નો કામે લગાડે છે, પરંતુ નકલી અને જુઠ કયારેય અસલી અને સાચુ નથી બની શકતું. આથી હકથી ગુમરાહી તેમનો અને તેમના પ્રચારકોનો અંત બને છે.
આ બારામાં એક દાખલો ઇબ્ને ખલ્દુન છે. ઈબ્ને ખલ્દુન ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ના વિષે શક ધરાવે છે જ્યારે કે રીસાલતે મઆબ(સ.અ.વ.)ની ભવિષ્યવાણી ઉપર તમામ ઇસ્લામી ફીરકા એ વાત ઉપર એકમત છે કે આપ (સ.અ.વ.) ના બાર જાનશીન હશે અને તે બધા જ ઔલાદે ફાતેમા (સ.અ.)માંથી હશે અને બારમાં જાનશીન ઇમામ મહદી (અ.સ.) હશે, જે આ દુનિયાને અદ્લ અને ઇન્સાફથી એવી રીતે ભરી દેશે, જેવી રીતે આ દુનિયા ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે. એવીજ રીતે બીજી પણ નિશાનીઓ આપ હઝરત(સ.અ.વ.) એ બયાન ફરમાવી છે.
બીજો દાખલો જલાલુદ્દીન સીયુતીનો છે, તેણે પોતાની અજ્ઞાનતા જાહેર કરતા લખ્યું છે કે બાર જાનશીન પયગંબરે ઇસ્લામના વખતના ચાર ખલીફાઓ છે, ચાર બની ઉમય્યાથી છે અને બે બની અબ્બાસથી છે, અને બે ખલીફા વિષે જાણકારી નથી. પરંતુ ભરોસાપાત્ર હદીસો સાબિત કરે છે કે આખરી ઝમાનામાં બારમાં જાનશીન કયામ કરશે અને તે દુનિયાને અદ્લ અને ઇન્સાફથી ભરી દેશે.
બીજી એક મશ્હુર હદીસ કે જે તમામ મુસલમાનો સ્વીકારે છે:
‘જે પોતાના ઝમાનાના ઇમામને ઓળખ્યા વગર મરી જાય તો તે જેહાલતની (કુફ્રની) મૌતે મરશે.’

વાસ્તવિક જીવન

ઇસ્લામી શિષ્ટાચાર અને રીતભાત પર એક ઉડતી નજર

નવી પેઢી અને સામાજીક જીવન

જ્યારે ઓલાદ બાળપણનો સોનેરી કાળ પૂરો કરીને કિશોરાવસ્થા અને યુવાનીના ઉંબરા ઉપર પગલા માંડે છે ત્યારથી જ તેના સામાજીક જીવનની શરૂઆત થાય છે. હવે તે પોતાની દુનિયામાં એકલો અટુલો નથી રહ્યો પરંતુ સમાજનું એક અંગ બની ગયો છે જ્યાં તેનો સંબંધ સમાજના બીજા લોકોની સાથે પણ છે. સમાજની એક વ્યક્તિ હોવાના કારણે તેની પોતાની અમૂક જવાબદારીઓ છે. તે પોતે પણ એ વાતનો એહસાસ કરે છે કે તેને સમાજની એક જવાબદાર વ્યક્તિ ગણવામાં આવે. તે ચાહે છે કે સામાજીક બાબતોમાં તેનો પણ સમાવેશ કરવામાં આવે અને તેને પણ મહત્વ આપવામાં આવે. તે ચાહે છે કે તેનો પણ અભિપ્રાય લેવામાં આવે.