ઇમામ મહદી (અ.સ.)ની ઇમામતમાં તૌહીદની ઝલક

તૌહિદની માન્યતામાં એ વાત છુપાએલી (સુષુપ્ત) છે કે ખુદાની સિવાય કોઇને બીજા માણસ ઉપર હુકુમત કરવાનો હક નથી. એક બાપને પણ પોતાના સંતાનો અને નાના બાળકો ઉપર હુકુમત કરવાનો હક નથી. તેથી જો એક બાપને આ હક નથી તો બીજા કોઇ પણ માણસને હુકુમત, હુકમ કરવાનો અને મના કરવાનો, કોઇપણ […]

કોલ અને કરાર

કીજીયે સાલગિરહ ફસ્લે બહાર આ પહોંચી બેડીયાં ફીરસે બદલવાએં દીવાનોંકી વરસાદની મૌસમ હોય અને વરસાદની મહેફિલ હોય અથવા રણ પ્રદેશની ઉજ્જડતા હોય કે રણની મુસાફરીની તકલીફ હોય, દરરોજ સવાર સાંજ ટહુકા કરતું પરિવર્તનશીલ જીવન કહી રહ્યું છે કે કોઇ છે જે તમને બદલી રહ્યું છે. આ પરિવર્તન એટલું ધીમું હોય […]

રજઅત

‘રજઅત’ એક એવો અકીદો છે જેને પ્રાચીન મઝહબોના આદીકાળના આલીમો અને તફસીરકારોએ પોત પોતાના ચિંતન અને દ્રષ્ટિકોણ મુજબ ચર્ચાનો વિષય બનાવ્યો છે. “ઇન્કોર્નેશન થિઅરી અથવા “સાઇકલ ઓફ હ્યુમન લાઇફ થિઅરીએ આ જ રજઅતના વિષયને અનુલક્ષીને ચર્ચાને આગળ ધપાવી છે. અને જેટલી ઇન્સાનની બુધ્ધિ અને વિચારશક્તિ હતી, તે તમામ તેના ઉપર […]

આગાહી અને જાગૃતિ

એક શીઆ બિરાદર જે શીઇય્યતની હકીકતને ફક્ત વિષય તરીકે અભ્યાસ નથી કરતો પરંતુ ઇમાન અને માઅરેફતનો એક દીવો પ્રગટાવી તેની રોશનીમાં લાંબા વિચારોનો ભાર ઉપાડીને નજાત માટે દરેક શક્ય પળોને હાથમાંથી જવા નથી દેતો, જે તેને પોતાના ઇમામે અસ્ર(અ.ત.ફ.શ.)થી નજદીક કરી દે. એવા શખ્સ માટે આ ઝમાનો, આ યુગ અને […]

અને અમે આપના ઝીક્રને આપના માટે બુલંદ કર્યો.

વાત જ્યારે બુઝુર્ગીની થાય છે, પ્રગતિ અને ઉચ્ચતાની થાય છે ત્યારે માનવીની ચિંતન અને મનનની શક્તિ કોઇ નુક્તાથી શરૂ કરીને કોઇ અંત અથવા ઉચ્ચતાના માપદંડની શોધમાં સફર કરવા લાગે છે. પરંતુ દરેકની શક્તિ મુજબ વિચારોની ઉડડયનના બાઝ અને પાંખો સાથ આપે છે. જેના પછી તેની પાંખો તૂટી તૂટીને નીચે પડવા […]

શેખ મુર્તુઝા અન્સારી (અ.ર.) અને ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)

એ ફઝીલતવાળી તીનતનું શું કહેવું કે જેણે પોતાની જાતને ફક્ત એ નૂરના સ્ત્રોતથી નઝદીક જ નહીં પરંતુ પોતાના સંપૂર્ણ અસ્તિત્વને એમના સાયામાં પરવાન ચડાવી. આ નૂર કોઇ સાધારણ નૂર નહોતું પરંતુ આં હઝરત (સ.અ.વ.)નું પવિત્ર નૂર છે કે જેની આસપાસ આ પરવાના તવાફ કરતા રહ્યા. ત્યાં સુધી કે તે રસુલે […]

ઇમામ મહદી (અજ.)નો અકીદો અને સુન્ની આલીમો

દરેક ઝમાનાના એક ખાસ ઇમામ હોય છે. અમૂક લોકો ઇમામનો અર્થ કુરઆને કરીમ કરે છે જ્યારે કે અમૂક લોકો બીજા કોઇને ઇમામ માને છે. કુરઆને કરીમ કોઇ એક ઝમાનાની કિતાબ નથી બલ્કે દરેક ઝમાના માટે છે. જ્યારે સુરએ બની ઇસ્રાઇલની ૭૧મી આયતનો અભ્યાસ કરીએ ત્યારે ઝમાનાના ઇમામની ચર્ચા અત્યંત જરૂરી […]

ઇમામે ઝમાના (અજ.) અને અલ્લામા સૈયદ મહદી બહરૂલ ઓલુમ (રહ.)

ખુદાવંદે આલમનો પોતાના બંદાઓ ઉપર હરહંમેશ એક ખાસ લુત્ફ અને કરમ રહ્યો છે. તેના સર્જન પછી તેને એકલો નથી છોડી મૂક્યો. પરંતુ એક પછી બીજા એમ પોતાના ખાસ હાદીઓ દ્વારા હિદાયતના ઝરણાથી તેઓને તૃપ્ત કર્યા છે. ત્યાં સુધી કે ઇમામે અસ્ર (અજ.)ની ગયબતમાં પણ તેઓને આ ઇનાયતોથી તરસ્યા નથી રાખ્યા. […]

ઇમામે ઝમાના (અ.સ.) સાથે મુલાકાતની શક્યતાઓ

ગયબતના ઝમાનાની જવાબદારીઓમાંની એક જવાબદારી દરરોજ સુબ્હની નમાઝ પછી ‘દોઆએ અહદ’ પઢવી છે. હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.)   ફરમાવે છે : ‘જે શખ્સ ચાલીસ દિવસ આ દોઆ પઢશે તેની ગણતરી અમારા કાએમ (અજ.)ના મદદગારોમાં થશે. જો તેમના ઝુહુર પહેલા તે મૃત્યુ પામશે તો ખુદા તેને કબ્રમાંથી જીવતો ઉઠાડશે જેથી ઇમામે […]

ખુબાને ચમન બોલ ઉઠે “યા મઝહરલ જમીલ

આ દુનિયા એક આશ્ર્ચર્યજનક દુનિયા છે. તેના કણેકણમાં કેટલી અજાયબીઓ છુપાએલી છે. કેટલી રોનક તેના ઉપર રાત દિવસ વરસી રહી છે. કેટલા નુરોથી/પ્રકાશોથી તેની ક્ષિતિજો જગમગી રહી છે. કેટલી ખુશ્બુ તેના હવામાનમાં પ્રસરેલી છે. પક્ષીઓના કેટલાય નગમા મીઠા ફિતરી અવાજમાં ઉભરી રહ્યા છે. આ દુનિયા કેટલી ખુબસુરત છે, પોતાની બધી નાજુકતા છતા તે પોતાની પીઠ ઉપર ખડકો અને પર્વતોની ધારાઓને ઉપાડી રહેલ છે. દરિયાના ઉછળતા મોજાઓને પોતાના પાલવમાં લઈને હાલરડાં ગાઈ રહી છે.