ઇન્કારે મહદી (અજ.) – કુફ્ર

આ વિષય અંતગર્ત અમે એ વાત સાબિત કરીશું કે જો કોઇ ઇન્સાન ઇમામે ઝમાના (અ.સ.) ના વજુદનો ઇન્કાર કરે તો જાણે કે તેનો આ ઇન્કાર કુફ્ર કરવા બરાબર થશે. પણ તે પહેલા આપણે એ વાત જાણી લેવી જોઇએ કે વાસ્તવમાં કુફ્ર શું છે અને કાફીર કોને કહેવાય?
આજથી ચૌદસો વર્ષ પહેલા અરબસ્તાનની સરઝમીન અજ્ઞાનતાનું પારણું હતી અને તે પરણામાં ઉછરતા અરબો જાહેલીયતના નમૂના હતા. તે અજ્ઞાનતાના અંધારમાંથી સરવરે કાએનાત હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ઇલ્મ અને વિદ્વતાના સૂર્ય બનીને ઉદય પામ્યા. અને જોત જોતામાં અજ્ઞાનતાના અંધકારને ઇલ્મના નૂરથી દાવતે ઇસ્લામ પર લબ્બૈક કહીને ઇસ્લામના નૂરનો ફાયદો ઉઠાવવા લાગ્યા. પરંતુ એ જમાનાનાં કેટલાય લોકઅવા હતા જેમની અકલ પર પક્ષયાત (પૂર્વાગ્રહ)ના પરદા પડેલા હતા. તેવા લોકોએ હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની રિસાલત અને નબુવ્વતને માનવાનો ઇન્કાર કરી દીધો હતો આ લોકો કાફીર થઇ ગયા હતા. આનાથી એ વાત સાબિત થઇ ચૂકી કે જે માણસ રસૂલે ખુદા (સ.અ.વ.) અને તેની કિતાબને જૂઠલાવે અથવા એ વાતોને જૂઠલાવે જે આપે (સ.અ.વ.) ફરમાવી હોય તો તેની ગણત્રી કાફરોમાં થશે. અનેજો કોઇ ‘જરૂરીયાતે – દીન’ (જે બાબતો દીનમાં જરૂરી છે તે) માંથી કોઇ બાબતનો ઇન્કાર કરે તો તે પણ કાફર છે – ભલે પછી તે નામનો મુસલમાન હોય. દાખલા તરીકે કોઇ નબુવ્વતના અકીદાને ઇન્કાર કરે એટલે કે કોઇ હઝરત ખતમી મરતબત (સ.અ.વ.)ના અંતિમ નબી અને રસુલ હોવાના અથવા કયામતનો ઇન્કાર કરે તો તે કાફીર થઇ જશે. આ વાતનો શિયા – સુન્ની બંને ફીરકા સ્વીકારે છે. કેમ કે હઝરત ખતમી મરતબત (સ.અ.વ.) ના અંતિમ નબી અને રસૂલ હોવાની ખબર કુરઆન અને હદીસ બન્નેમાં મળે છે. કુરઆન સ્પષ્ટ શબ્દોમાં કહે છે :

“મા – કાન – મોહમ્મદુન – અબા – અહદીમ – મીન – રેજાલેકુમ – વ – લાકીન – રસૂલલ્લાહો – વ – ખાતમન – નબીય્યીન. (સુ. અહઝાબ આયત 40)

“તમે પુરુષોમાંથી મુહમ્મદ (સ.અ.વ.) કોઇના પિતા નથી પણ અલ્લાહના રસૂલ છે. અને પયગમ્બરો (ના ક્રમ)માં છેલ્લા છે.”
રસૂલે ખુદા (સ.અ.વ.) ની હદીસ

અન સોઅબાન કાલ :
કાલ રસુલુલ્લાહ – વઇન્નહ – સયકુનો – ફી -ઉમ્મતી – કઝઝાબુન – સલાસૂન – કુલ્લોહમ – યઝઅમો – અન્નહ નબીય્યુન – વઅના – ખાતમૂન નબીયયીન લા નબીય્ય – બઅદી – (અબુદાઉદ કિતાબુલ ફતન)
“મારી ઉમ્મતમાં નબુવ્વતનો ખોટો દાવો કરનારા ત્રીસ દાવેદાર થશે. જ્યારે વાસ્તવામાં હું અંતિમ નબી (ખાતેમન નબીયયીન) છું અને મારા પછી કોઇ નબી આવનાર નથી.”
હવે જો કોઇ આ બન્ને (કુરઆન અને હદીસ) ને જૂઠલાવે તો નિશંક તે કાફર હશે.
(1) કુરઆન અને અકીદએ મહદવીય:
(1) વ ઇન્નહુ લ ઇલ્મુન લીસસાઅતે ફલા તમ તરૂન્ન બેહા ……. (સુરએ ઝુખફ આયત 61)
અનુવાદ : “અને નિસંશય તે કયામતની એક નિશાની છે માટે તમે કયામતના સંબંધમાં હરગીઝ શંકા ન કરો………..”
એહલે – સુન્નતના મોઅતર આલીમ અને તફસીરકાર મકાતીલ બીન સુલૈમાન આ આયતની તફસીરનું વિવરણ લખે છે. “આ આયત હઝરત મહદી (અ.સ.) વિશે નાઝીલ થઇ છે.
અલબયાન – ફી અખબારે સાહેબુઝઝમાન અઝ – હાફીઝ ગંજી – શાફેઇ પા. 109. અીસ – આફુર – રાગેબીન – ઇબ્ને સબાન પા. 156 – અસ સવાએકૂલ મોહરરેકા અઝ ઇબ્ને હજર અસકલાની પા. – 96. તફસીરે દુર્રે – મન્સૂર અઝ હાફીઝ જલાલુદ્દીન સોયુતી જીલ્દ 6 પા. 21 નુરૂલ અબ્સાર અઝ શબલંજી પા. 153. યનાબીયુલ મવદ્દત અઝ હાફીઝ સુલૈમાન ક્નુદુઝી પા. 480.
(2) બકીય્યતુલ્લાહે ખયરૂલ્લકુમ ઇન કુનતુમ મુઅમેનીન (સુ. હુદ 86)
શબલંજી શાફેઇ (ર.અ.) ફરમાવે છે કે જ્યારે હઝરત મહદી ઝહૂર ફરમાવશે ત્યારે ખાનએ કાઅબાની દિવાલ પર પીઠ લગાવીને ઊભા રહેશે. અને જ્યારે તેઓના 313 સહાબીઓ ભેગા થઇ જશે ત્યારે ઉપરની આયતની તિલાવત કરશે અને કહેશે કે : અના બકીય્યતુલ્લાહ (હું તમારા લોકો પર અલ્લાહની બાકી બચેલી હુજ્જત છું.) તમામ લોકો તેઓને ‘અસ્સલામો અલયક યા બકીય્યતુલ્લાહ’ કહીને સલામ કરશે. (નુરૂલ અબસાર પા. 172)
ઇબ્ને સબ્બાગ માલેકી ફુસુલુલ મોહીમ્મા. (બાબ 12)
(3) કાલ ફઇન્નક મેનલ મુનઝરીન. એલા યવ્મીલ વકતીલ મઅલુમ (સુ. હીજ્ર આયત 38)
શાફઇ આલીમ મોહમ્મદ બિન ઇબ્રાહીમ હમવીની આ આયતાના બારામાં ફરમાવે છે કે હસન બિન આબીદે ઇમામ અલી બીન મુસા રઝા (અ.સ.) ને પ્રશ્ર્ન કર્યો કે ‘અલ વકતીલ મઅલુમ’ નો અર્થ શું કરવો ? ત્યારે ઇમામે જવાબ આપ્યો – આનો અર્થ ઇમામે કાયમ (અ.સ.) ના ઝુહુરનો દિવસ છે. (ફરાએદુસ સીમતૈન જીલ્દ 2 આયતનો અનુસંધાનમાં)
(4) વ નોરીદો અન્ન મુન્ન – અલલ – લઝી – નસ – તુઝએફૂ – ફીલ અર્ઝે – વ નજ અલહમ અઇમ્મતવં નવજઅલહોમુલ વારેસીન (સુ. કસસ આયત 5)
તરજૂમો : અને અમોએ એવો ઇરાદો કર્યો છે કે જેમને તે ભૂમિમાં (ઝલીલ અને) કમઝોર કરી નાખવામાં આવ્યા હતા. તેમના પર ઉપકાર કરીએ (અને) એમને આગેવાન બનાવીએ અને તેમને (સમગ્ર ભૂમિના) વારસ બનાવી દઇએ.
ઇબ્ને અબીલ – હદીદ મોઅતઝલી તેમની કિતાબમાં આ આયતના બારામાં ફરમાવે છે કે આ આયત ઇમામ મહદી (અ.સ.) વિશે છે. (શરહે ઇબ્ને અબીલ હદીદ જી. 4 પાના નંબર 336)
આ પ્રકારે કુરઆને કરીમની બેશુમાર આયતો મૌજુદ છે. કુરઆનની ઉપરોક્ત આયતોથી એ વાત સાબિત થાય છે કે ઇમામે ઝમાના (અ.સ.) નો ઝીક્ર કુરઆનમાં મૌજુદ છે. જેનું સમર્થન શિયા, સુન્ની આલીમો, મુફસ્સીરો અને હદીસવેતાઓએ ખુલ્લમખુલ્લુ કર્યુ છે.
(2) ઇમામે ઝમાન (અ.સ.) ની પ્રશસ્તિ :
હદીસની રૌશનીમાં :
હદીસે નબવી એટલે એ માર્ગદર્શક વિધાન જે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની પવિત્ર ઝબાનથી નીકળ્યા હોય અને જે હદીસોની કિતાબ મૌજુદ હોય. રસુલે ખુદા (સ.અ.વ.) વિશે ખુદાએ ઇઝઝવજલ ફરમાવે છે. :
(1) મંય – યોતી અીર રસૂલ – અતાઅલ્લાહ “જેણે રસૂલની આજ્ઞા માની તેણે ખરેખર અલ્લાહની આજ્ઞા માની” (સૂ. નીસા આયત 80)
વમા આતા કોમુર રસૂલો ફ ખોઝુહો – વમા નહા કુમ અન્હો ફન્તહ. (સુ. હશ્ર આ. 7)
“અને રસૂલ તમોને જે કાંઇ આપે તે લો અને જેનાથી તમને મનાઇ કરે (તેનાથી) અટકો.”
(3) વમા યનતેકો અનીલ હવા, ઇન હોવ ઇલ્લા વહયુંય – યુહા. (સુ. નજમ આયત. 3-4)
“અને તે પોતાના મનની ઇચ્છાથી કાંઇ કહેતો નથી (પણ) તે જે કાંઇ કહે છે તે તેને વહી કરવમાં આવે છે. તેના સિવાય બીજું કાંઇ નથી.”
આ ત્રણેય આયતોથી આ વાત સાબિત થાય છે કે :
(1) જેણે રસૂલ (સ.) ની ઇતાઅત કરી તેણે ખુદાની ઇતાઅત કરી જેણે તેનો ઇન્કાર કર્યો (જાણે કે) તેણે ખુદાની વાતનો ઇન્કાર કર્યો.
(2) રસુલે ખુદા (સ.) જે આપે તે લઇ લે.
(3) રસૂલે ખુદા (સ.) જે કાંઇ બોલે છે તે ફક્ત ખુદાની વહી બોલે છે. અને આવો હવે એ જોઇએ કે જેની શાનમાં આ ત્રણેય આયતો નાઝીલ થઇ એ નબી (સ.અ.વ.) એ ઇમામે ઝમાના (અ.સ.) વિશે શું ફરમાવ્યું છે? કાલ રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ : મન – અનકર – ખોજરૂલ – મહદી – ફકદ – કફર બેમા – ઉન્ઝેલ – અલા – મોહમ્મદ.
જેણે ઝુહુરે મહદી (અ.સ.) નો ઇન્કાર કર્યો તેણે જાણે એ તમામ વાતોને ઇન્કાર કર્યો જે મોહમ્મદ (સ.અ.વ.) પર નાઝીલ છે.
(1) લેસાનુલ મીઝાન – હજરે અસ્કલાની 5/130
(2) ફરાએદુસ સિમતૈન – હમવીની પા. 2.
(3) અલ કૌલુલ મુખ્તસર ફી અલામતીલ મહદી ઇલ મુન્તઝર – ઇબ્ને હજરે મક્કી હજરે મક્કી શાફઇ પા. 56.
ઉપરની હદીસો અને તેના મોઅતબર હવાલા આપ્યા પછી પણ શું કોઇ ચૂંકે ચાં કરવાની ગુંજાઇશ રહે છે ખરી? જે શખ્સ ઇમામે ઝમાના (અ.સ.) નો ઇન્કાર કરતો હોય તેને એ હદીસ ખુલ્લમ ખુલ્લા કાફર કહે છે. શું હજી પણ “હસબોના કિતાબલ્લાહ”નું સુત્ર બુલંદ કરનારાઓ અને હદીસોને માનનારાઓ માટે ઇમામે ઝમાના (અ.સ.)નો ઇન્કાર કરવાની કોઇ ગુંજાઇશ બાકી રહે છે ખરી? આ એ હસ્તી છે જેનો પરિચય ‘અઝહર મેનશ શમ્સ’ તરીકે કરવામાં આવ્યો છે. તે પછી પણ તેનો ઇન્કાર થઇ શકે ખરો? શું સૂરજને જોઇને આંખો બંધ કરી દેવાથી રાત થઇ જાય ખરી ? શું ચંદ્રને જોયા પછી તેના અસ્તિત્વનો ઇન્કારક કરી દિવાથી ચંદ્રનું અસ્તિત્વ ખત્મ થઇ જશે ? નહીં એવું ક્યારેય નથી થતું. ઉલટાનું આવું કરનારને લોકો આંધળો કહેશે.
હવે અમે અમારી વાતનું પૂનરાવર્તન કરીએ છીએ જે કોઇ ‘જરૂરીયાતે – દીન’ નો ઇન્કાર કરે તે કાફીર છે અને અકીદએ – મહદવીય્યત ને પણ અમે એજ દ્રષ્ટીથી જોઇએ છીએ, જેનું વર્ણન કુરઆન અને હદિસોથી સાબિત છે અનેસાથે સાથે અમારી વાતના અનુસંધાનમાં એક બીજી વાત કહીએ છીએ અને તે વાત એ છે કે ઇસ્લામના વિવિધ ફીરકાઓ પૈકી કેટલાક ફીરકાના આલીમો અને પેશ્ર્વાઓએ અકીદએ – મહદી વિશે પોતાના સ્પષ્ટ અભિપ્રાયને વિગતવાર વ્યક્ત કર્યો છે.
હનફી (રહ.), શાફેઇ (રહ.), માલેકી (રહ.), હન્બલી (રહ.), વહાબી, અશઅરી, મોતઝલી, બિરાદરો એ આ ફતવો આપ્યો છે કે “સમગ્ર ઇસ્લામી મઝહબે એ વાતનો ફતવો આપ્યો છે કે જે રીતે ખાતેમીયત જરૂરી છે, તેવી જ રીતે મહદવીય્યતનો અકીદો જરૂરિયાતો – દીનમાંથી છે. અને આ અકીદામાં ન માનનાર કાફર છે.
(1) અલ – બુરહાન – ફી અલાએમે – મહદીયે -) આખઝઝમાન મુત્તકી હિન્દી પ્રકરણ : 13.
(2) શરહે – નહજુલ બલાગાહ – ઇબ્ને અબીલ અ હદીદ પા – 2/235.
(3) મોકદ્દમા : અઝ ઇબ્ને ખલ્લદુન – પા. 367.
(4) સવાએકુઝ – ઝહબ : અઝ સુવૈદી પા. 78.
(5) ગાયતુલ મામુલ : અઝ – શૈખ અલી નાસીફ પા. 362/381.
(6) અકીદતે – એહલે – સુન્નત – વલ અસર ફીલ મહદીઇલ – મુન્તઝર : અબ્દુલ મોહસીન.
(7) લેસાનુલ મીઝાન : ઇબ્ને હજરે અસ્કલાની જી. પ/પા. 130.
(8) અલ – કૌલુલ – મુખ્તસર – ફીલ – મહદીઇલ મુન્તઝર : અઝ ઇબ્ને હજરે હૈસમી પા. 56.
(9) ફરાએદુસ – સિમતૈન : અઝ હમવીની પા. 2
ઉપર જણાવ્યા મુજબના ઇસ્લામના વિવિધ ફીરકાઓના જવાબદાર લોકો જેમણે પોત પોતાની કિતાબોમાંથી ઉપર મુજબના ફતવા આપ્યા તે સાચા નથી ? આ બધા મઝહબના પાયા સમાન ગણાતી વ્યક્તિઓએ કુરઆન, હદીસ અને ઇતિહાસનો ઉંડો અભ્યાસ કર્યા પછી જ ઉપર મુજબનો નિચોડ કાઢ્યો હશે. શું આપણી એ ફરજ નથી થતી કે આપણે પક્ષપાતની દિવાલોને તોડી નાખીએ, આંખો ખુલ્લી રાખીને જોઇએ કે હકીકત શું છે ? માત્ર અજ્ઞાનતાને કારણે બીજા ઉપર કાદવ ઉછાળવો જરાય યોગ્ય નથી.
અંતમાં અમારી વાત પૂર્ણ કરતા અમે એ નિષ્કર્ષ (સાર) પર પહોંચીએ છીએ કે :
(1) મહદી (અ.સ.) નો અકીદો એક ઇસ્લામી અકીદો છે કેમ કે આ વિષયનો ઝીક્ર કુરઆન અને હદીસ બંનેમાં મળે છે.
(2) આ અકીદાનો ઇન્કાર કરનાર ખરેખર તો ઇસ્લામના વર્તુળમાંથી બહાર નીકળી જાય.
(3) જે લોકો આ વાતને (ઇમામે મહદી અ.સ.) ની ગૈબતને) અકીદા તરીકે માનવાનો ઇન્કાર કરે છે. અથવા તો એ વાત છુપાવે છે તેઓ આવું પૂર્વાગ્રહ (પક્ષપાત) ને કારણે કરે છે.
જો આ બધી દલીલો રજુ કરવા છતાં, કોઇ ઇન્કાર કરે તો એ દિવસથી ડરવું જોઇએ જ્યારે ઇમામ ઝમાના (અ.સ.) નો ઝહૂર થશે. અને શમશીરે મહદી (અ.સ.) ચાલશે. ત્યારે આપણે એમ નહી કહી શકીએ કે અમને ખબર ન હતી. અથવા તો એ વખતે કે જ્યારે લોકો પરવરદિગારના દરબારમાં ભેગા કરવામાં આવશે. પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) ની હદીસ પ્રમાણે “જો કોઇ પોતાના ઝમાનાના ઇમામને ઓળખ્યા વગર મૃત્યુ પામે તે જાહીલીયત (કુફ્ર) ની મૌતથી મરે છે.
અને કયામતના દિવસે કુરઆન પ્રમાણે : યવ્મ નદઅુ – કુલ્લુ ઓનાસીમ અ બે ઇમામેહીમ. (સુ બની ઇસરાઇલ આયત 71)
“જે દિવસે અમે દરેક ટોળાને તેના ઇમામ (આગેવાન) સાથે બોલાવીશું.”
ક્યાંક એવું ન થાય કે જ્યારે લોકોને મુસલમાનોની લાઇનમાંથી કાઢીને કાફીરોની લાઇનમાં ઉભા રાખી દેવામાં આવે ત્યારે આશ્રર્ય પામીને પૂછશે કે બારે ઇલાહા, અમે તો મુસલમાન છીએ ? ત્યારે ક્યાંક એવો જવાબ ન મળે કે શું તમે તમારા ઝમાનાના ઇમામને ઓળખ્યા…………. ?

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *