ઈમામ હુસૈન અલયહિસ્સલામના ખુત્બાની અસરો

ઈમામ હુસૈન અલયહિસ્સલામના ખુત્બાની અસરો ઈમામ હુસૈન (અ.સ.)ના ખુત્બાઓ અને તેમાં છુપાએલી અસરો, રહસ્યો અને ઈશારાઓને સમજવા, એહસાસ કરવો, તેનાથી અસર પામવી અને પછી તે પોતાની ભાષા અને શબ્દો થકી રજુ કરવા, તેના ખુલાસા અને અર્થઘટન કરવા તે ભણેલા ગણેલા તો એક બાજુએ મોટા મોટા વિદ્વાનો, સ્કોલરો, જેનું જીવન લેખન, […]

ઇમામ હુસૈન(અ.સ.)ના કયામના કારણો અને સબબો, મરાજએ કેરામના ફત્વાઓ સાથે

કરબલાની ખૂન ભરેલી દાસ્તાન અને સય્યદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતની આગાહીઓ, હઝરત આદમ(અ.સ.)થી લઇને હઝરતે ખાતમ મોહમ્મદે મુસ્તફા(સ.અ.વ.), તમામ અંબીયા(અ.મુ.સ.)એ મખ્સૂસ રીતે બયાન કરી છે. અઇમ્મએ હોદા(અ.સ.)ની રિવાયતોમાં અમુક અંબીયા(અ.મુ.સ.)દ્વારા ટુંકમાં અને અમુક અંબીયા દ્વારા વિગતવાર કરબલાના બનાવ બનવાના બારામાં વર્ણન કરવામાં આવ્યુ છે. આ લેખમાં અમારો હેતુ અને મકસદ આ બનાવોની વિગત નથી, અલબત્ત ફક્ત એ યાદ રાખવુ જોઇએ કે કરબલાના બનાવ અને હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતના મૂળ બહુજ મજબૂત છે અને તેની મઝહબી તથા શરીઅતી હૈસીયત મજબૂત અને પ્રમાણિત છે.

હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને હકનું બયાન

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)નો અમુલ્ય ખુત્બો જે હિ.સ. ૫૯ અને ૬૦ ના દરમ્યાન હજના મૌકા ઉપર આપે ઇર્શાદ ફરમાવ્યો હતો. તેના નૂરાની જુમ્લાઓ પૂરી દુનિયાની ઇન્કેલાબી, આર્થિક, સામાજીક હાલતને એવી રીતે જાહેર કરી રહ્યા છે, જાણે કે આજે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)નો અવાજ દરેક તરફ ગુંજી રહી રહ્યો છે. સરકારે રિસાલત મઆબના આ એલાનથી કોણ ઇન્કાર કરી શકે છે કે કુર્આન અને અઇમ્મએ મઅસૂમીન(અ.મુ.સ.) એકબીજાથી ક્યારેય જુદા નહી થશે. આ સેરાતે મુસ્તકીમ પર ચાલવાવાળાના એવા રક્ષકો છે જે હૌઝે કવસર સુધી રહેબરી કરતા રહેશે.

કયામે ઈમામ હુસયન અલયહિસ્સલામના પરિણામો

હઝરત રસુલે ખુદા સ.અ.વ.ના મૃત્યુ અથવા શહાદત પછી તુરતજ પવિત્ર એહલેબય્ત અ.સ.એ ધર્મના રક્ષણ કાજે ધીરજ અને સબ્રનો જે સીલસીલો શરૂ કર્યો તે આજ સુધી બાકી છે. પોતાના હક્ક-સત્યની સાબિતીની પાયમાલી ઉપર માત્ર એટલા માટે સબર કરતાં રહ્યાં કે દીન બાકી રહે. તકબીર અને કલમે શહાદતય્નનો અવાજ વાતાવરણમાં ગુંજતો રહે.

હઝરત સય્યદુશ્શોહદા અને અમ્ર બે મઅરૂફ અને નહિ અઝ મુન્કરની ફરજ

અમ્ર બે મઅરૂફ અને નહિ અઝ મુન્કર દીને ઈસ્લામની મહત્વની ફરજોમાંથી છે. કુરઆને કરીમની અસંખ્યા આયતો અને મઅસુમીન (અ.સ.)ની રિવાયતોએ માત્ર તેની તરફ ઈશારો કર્યો છે એટલું જ નહિ, બલ્કે પૂર્ણ રીતે વિગતવાર ચર્ચા પણ કરી છે. ખુદાની કિતાબે હુકમ આપ્યો છે કે મુસલમાનોની એક એવી પણ જમાત હોવી જોઈએ […]

દીનનું નવજીવન

બીસ્મીલ્લાહ હિર્રહમાનીર્રહીમ સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદિરકના માહે મોહર્રમ દીનનું નવજીવન મોહર્રમ આવતાની સાથેજ અમુક લોકો અર્થ વગરની ચિંતા કરવા લાગી જાય છે કે કઈ રીતે કરબલાના બનાવોની ચર્ચાઓને રદ કરી શકાય અથવા લોકોને મજલીસમાં જવાથી રોકી શકાય. તેથી કયારેક એહલેબય્ત (અ.સ.) ના ગમને બિદઅત કહેવામાં આવે છે તો […]

કેયામે ઇમામ હુસૈન(અ.સ.) અને અમ્ર બિલ મઅ્ફ

સૈયદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના કેયામ અને અમ્ર બિલ મઅ્રૂફના વિશે ચર્ચા કરવા પહેલા એ વાત પર વિચાર કરીએ કે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ જે દીનની જીંદગી અને અસ્તિત્વ માટે કેયામ કર્યો તેનો બુનિયાદી મકસદ શું હતો? અને ખુદા વંદે આલમે અંબિયા અને રસુલોને ક્યા મકસદ માટે નિમણુંક કર્યા? હઝરત ઇમામ હુસૈન […]

કરબલાનો બનાવ હક્ક અને બાતિલનો અરીસો

અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે

“અમે તે (ઇન્સાન)ને સાચા માર્ગની દોરવણી આપી દીધી છે પછી (તેને અખત્યાર છે કે) શુક્ર ગુઝાર બને અથવા (તેને છોડીને) કુફ્ર અખત્યાર કરે.

અલ્લાહે દરેક ઇન્સાનને અક્કલ આપી છે. જેના આધારે તે હક્ક અને બાતિલ વચ્ચેનો તફાવત જાણે છે અને હક્કનો માર્ગ પસંદ કરીને તેવા ઉચ્ચ સ્થાને પહોંચી જાય છે કે તેના ચારિત્ર્ય અને કારકીર્દીમા મઅસુમ રહેબરોના ગુણો અને ખાસિયતોનું પ્રતિબિંબ ઝળહળે છે. તેનાથી વિરૂદ્ધ અગર ઇન્સાન બાતિલને અનુસરે તો અનહદ ઇલ્મ, ઉચ્ચ સ્થાન અને હોદ્દો ધરાવતો હોવા છતાં ઝિલ્લત અને રૂસવાઇની ખાઇમાં ગબડી પડે છે.

ઇમામ હુસૈન (અ.સ.)ની ક્રાંતિ અને તે જમાનાના યુવાનોની હાલત

કોઇપણ કૌમ અને કબીલામાં યુવાનોને કૌમના પ્રતિનિધિ ગણવામાં આવે છે. કૌમની આશાઓ પણ તેઓની સાથે બંધાએલી હોય છે તેઓ જ કૌમના ભાવિનું ઘડતર કરે છે, તેઓજ કૌમ અને મઝહબની આંખો, દીવા અને ભવિષ્ય હોય છે. તેની સૌથી ઉત્તમ દલીલ આજના નવયુવાનો છે. આજે સમગ્ર દુનિયામાં આપખુદીનો જમાનો છે. જે મનમાં આવે તે કરી નાખે છે એટલેકે પોતાની ઇચ્છાઓ ઉપર જ અમલ કરે છે. આજના યુવાનોનો શ્રેષ્ઠ ધંધો કિંમતી સમયને નકામી ચીઝોમાં વેડફી નાખવાનો છે. આજના યુગમાં દ્રષ્ટાંતરૂપ યુવાન તેને કહેવામાં આવે છે જે નાણાં કમાવાનું મશીન હોય અને આ તુચ્છ દુનિયા સંબંધિત પ્રાથમિક જાણકારી ધરાવતો હોય. આજે સમગ્ર દુનિયાના યુવાનોની પ્રાથમિકતા મોજશોખ અને એશોઆરામનું જીવન તથા વધુમા વધુ ખ્વાહીશો પૂરી કરવી છે. આજના યુવાનો માટે અખ્લાકી મુલ્યો, ઇન્સાનિય્યતની સીફાતો, રૂહાની શાંતિ, અલ્લાહની નજદિકી તથા તેની ઇતાઅત, ઇલાહી નિશાનીઓનું સન્માન જાળવવું, સગાઓ સાથે સારો વ્યવહાર કરવો, વડીલોનું સન્માન જાળવવું અને ર્માં-બાપની તાબેદારી કરવી વિગેરે બાબતોને જુનવાણી ગણવામાં આવે છે. ન્યાય સમજ અને જ્ઞાન ધરાવતા ઇન્સાનો આવા યુવાનો પાસેથી શું આશા રાખી શકે? શું તે કહી શકે છે કે ભવિષ્યમાં ઇન્સાનને સંપૂર્ણ ઇન્સાન બનાવવાની જવાબદારી આવા લોકો અદા કરી શકશે? અગર સમાજની પ્રગતિની જવાબદારી તેઓને સોંપવામાં આવે તો શું તેઓ એક ટકો પણ પોતાની જવાબદારી સંંભાળવાની લાયકાત ધરાવે છે? અગર એમ નથી તો આવા સંજોગોમાં દર્દમંદ દીલ ધરાવતા ઇન્સાનોએ તેઓને સુધારવા માટે એવો ક્યો રસ્તો અપનાવ્યો છે જેનું સો ટકા સાચું પરિણામ આવે શકે?

અઝાદારી….. જમીનના પટથી આકાશની પરિસીમાઓ સુધી સય્યદુશ્શોહદાની મુસીબતની અસરો

મઅસુમ ઇમામો (અ.સ.)થી જે રિવાયતોની નોંધ થઇ છે તેમાં એક મહત્ત્વનું પ્રકરણ ઝિયારતો છે. આ વિષય ઉપર આપણા ભરોસાપાત્ર અને સનદ મેળવેલા આલિમોએ સંપૂર્ણ કિતાબોનું સંપાદન કર્યું છે. તેમાં તેઓએ અત્યંત વિશ્ર્વસનીય અને સાચી સનદ ધરાવતી ઝિયારતો ટાંકી છે.

લોકો સામાન્ય રીતે ઝિયારતના સવાબ ઉપર ધ્યાન આપે છે. પરંતુ ઝિયારતોમાં જે બાબતો બયાન કરવામાં આવી છે અને ઝિયારતના સમયે ક્યા શબ્દો અને લકબોથી પોતાના ઇમામ (અ.સ.)ને સંબોધન કરી રહ્યા છે તે તરફ ઘણું ઓછું ધ્યાન આપવામાં આવે છે. અર્થાંત ઝિયારતમાં જે ભાવાર્થ સમાએલો છે તેની તરફ ક્યારેકજ ધ્યાન અપાય છે. આથી એ બાબતનો પણ ખ્યાલ નથી રહેતો કે આપણે આ ઝિયારતમાં આપણા ઇમામને શું વાયદો અને વચન આપી રહ્યા છીએ. અગર આપણને એ અનુભુતિ થઇ જાય કે આપણે શું વાયદો કર્યો છે તથા કોને કોને સાક્ષી રાખીને વાયદો કર્યો છે તો શક્ય છે કે આપણે તેની ઉપર અમલ પણ કરવા લાગીએ. કારણકે દરેક શરીફ ઇન્સાન તેના વાયદા અને વચનનો ખ્યાલ રાખે છે. ઇન્સાન જ્યારે તેની શરાફત તથા ખાનદાનીના કેન્દ્ર તરફ પ્રયાણ કરે છે ત્યારે તેની નજર સામેથી રહસ્ય અને કરામતના પરદાઓ દૂર થવા લાગે છે.