Latest Updates

મહદી (અ.સ.) કોણ?

ઇમામે હસન અસ્કરી (અ.સ.) ના નૂરેનઝર અને જનાબે નરજિસ ખાતુનના લખ્તે જીગર છે. એમનું મુબારક નામ ‘મિ’ ‘હય’ ‘મિમ’ ‘દાલ’, કુન્નિયત ‘અબુલ કાસિમ’ અને મશ્હર લકબો : ‘અલ મુન્તઝર’ ‘અલ મહદી’, ‘અલ કાએમ’, ‘અલ હુજ્જત’, ‘ખલફે સાલેહ’ અને ‘સાહેબુઝ – ઝમાન’ છે. તેઓ ઇસ્લામના પયગમ્બરના બારામાં જાનશીન અને હઝરત અલી (અ.સ.)ની અવલાદમાંથી છે.
રસૂલે ખુદા (સ.અ.વ.) ના નામ અને તેમની જેવી જ કુન્નિયત ધરાવનાર દેખાવમાં પણ હુબહુ આપ હઝરત (સ.અ.વ.) જેવા જ છે.
તેઓ બારમાં ઇમામ અને શીઆઓના છેલ્લા ઇમામ છે.
આપ બધાય નબીઓ અને વસીઓના સંપૂર્ણ ઇલ્મના વારીસ છે. આપે લાંબી જીંદગી મેળવવાની સાથે દરેક નબી અને ઇમામની એક એક નિશાની પણ મેળવી છે.
આપની બે ગયબતો છે : એક ગયબતે કુબરા અને બીજી ગયબતે સુગરા. ગયબતે કુબરાની મુદ્દત એટલી લાંબી છે કે કમજોર ઇમાનના લોકો આપના વજૂદ (અસ્તિત્વ) સંબંધે શંકામાં પડી જાય છે.
આપની પવિત્ર જીંદગીનો આ લાંબો સમય પણ વૃદ્ધત્વ (બુઢાપા)નો કોઇ અસર કે ચિહન નથી પેદા કરી શક્તો. આપ હંમેશાં જવાન રહેશે.
લોકોનું ભારે કઠીન ઇમ્તેહાન અને કસોટી થયા પછી આપનો ઝુહૂર થશે. અન્યાય અને અત્યાચારથી ભરાઇ ગયેલી આ ધરતીને અદલ અને ઇન્સાફથી ભરી દેશે. વેરાન અને ઉજ્જડ જમીન આબાદીઓમાં ફેરવાઇ જશે. અલ્લાહ સિવાય કોઇ બીજાની ઇબાદત કરવામાં નહિ આવે. આપણી મુશ્કેલીઓ આસાન થઇ જશે. ચિંતન અને વિચારોમાં તાજગી આવી જશે.

Read More

બીસ્મીલ્લાહ હીર રહમાન નરી રહીમ

બીસ્મીલ્લાહ હીર રહમાન નરી રહીમ
શરૂ કરું છું અલ્લાહ નામથી જે મહાન દયાળું,
મહેરબાન છે.
વ બે ઝીક્રે મવાલાના – અલ – મહદી (અ.ત.ફ.શ.)
અને અમારા મૌલા ઇમામ મહદી (અ.સ.) ના
નામથી (અલ્લાહ એમના ઝુહરને નજદીક કરે.)

બીરાદરાને મોઅમીન,

સલામુન અલયકુમ
અલ્લાહ પાકનો લાખો શુક્ર છે જેણે આપણને મોકો આપ્યો કે આપણે 15મી શાબાન જોવા માટે જીવતા રહ્યા.
અય કાશ કે એ જ પ્રમાણે પરવરદિગાર મોકો આપતે કે દરેક મોમીન 15મી શાબાન સાથે, ખુદ ઇમામે ઝમાના (અ.સ.)ના પવિત્ર દિદારથી પણ ધન્ય થતે! ઇમામ (અ.સ.) ના જન્મદિવસની સૌ પ્રથમ એ હઝરત ખુદને, પછી એમના જુદ્દે બુઝુર્ગવાર રસુલે અકરમ (સ.અ.વ.) ને અને અગિયાર ઇમામોને ખૂબ ખૂબ મુબારકબાદ! અને હા, એમની દાદી જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)ને કેમ ભૂલાય? જરૂર જરૂર અય ફાતેમા ઝહેરા (સ.અ.) આપના ફરઝંદ રાહ જુએ છે, ક્યારે અલ્લાહનો હુકમ થાય અને ઝહુર કરે. આપના દુ:ખી દિલને આરામ પહોંચાડવાનો સમય નજદીક થઇ ગયો છે. !

Read More

જો ખુદાની હુજ્જત ન હોય…..?

આપણા બધા અકીદાઓને પાયો અક્કલ અને શરીઅત છે. અક્કલ અને શરીઅતનો ફેંસલો છે કે જગતના સંચાલન અને કારભારના માટે એક ‘સંપૂર્ણ ઇન્સાન’, ‘ખુદાની હુજ્જત’, ‘અક્કલથી કામ લેનારો’, ‘અક્કલથી કામ કરનારા’નું અસ્તિત્વ હોવું જરૂરી છે. જેનું અસ્તિત્વ આ સમગ્ર જગતના અસ્તિત્વ ઉપર છવાએલું હોય તે આ જગતનો હાકીમ હોય અને હુકમ […]

Read More

ઝિયારતે આલે યાસીનનું વિવરણ

આપ જાણો છો તેમ દર વરસે શઅબાનના વિશેષ અંકમાં અમે ઇમામે ઝમાના (અ.) સંબંધિત એક દોઆ અથવા ઝીયારતનું વિવરણ (તફસીર) અને તરજુમો આપ ની સેવામાં રજુ કરીએ છીએ. આ વરસે જે ઝીયારતને પસંદ કરી છે તે ઝીયારતે આલે યાસીનના નામથી જાણીતી છે. (અ) ઝીયારતે આલે યાસીનની સાબિતી (સનદ):- આ ઝીયારતને […]

Read More

બીજા નાએબે ખાસ જનાબ મોહમ્મદ બિન ઉસ્માન બિન સઇદ અમ્રવી

જનાબ મોહમ્મદ બિન ઉસ્માન બિન સઇદ અમ્રવી અલ-મુન્તઝરના વાંચકો 15, શઅબાનુલ મુઅઝ્ઝમ હિ.સન 1421ના વિશેષ અંકમાં “નયાબતની જરૂરત અને હિ. સન 1422ના વિશષ અંકમાં “પહેલા નાએબે ખાસ શિર્ષકો હેઠળના લેખોનો અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આ વરસે આ વિષયના અનુસંધાનમાં ત્રીજી કડી એટલે કે બીજા નાએબે ખાસ જનાબ મોહમ્મદ બીન […]

Read More

બયઅતનામું

આ બયઅત નામાના વિષયથી મુરાદ તે અહદનામું-કરાર છે જે લેખિત રીતે મોજુદ છે. જેની કલમો અને શરતોની હેઠળ જમીન અને શહેરોના વલી અસ્ર, (આપણી રૂહો ફીદા થાય,) આપ ના વ્યવસ્થાપકો અને સાથીદારો, દોસ્તો અને હમસફર અને આપ ની તમામ પ્રજા, વાયદા અને વચનને પૂરૂં કરવાની કસમ ખાશે. પરંતુ તેની પહેલા […]

Read More

દુનિયાની શાંતિનો એક માત્ર માર્ગ

દુનિયા ફરી પોતાના કરતૂતોની સજા ભોગવી રહી છે. વર્તમાન સમયમાં ચારે બાજુએ અશાંતિ ફેલાએલી છે. મારા મારી, લૂટફાટ, ગભરાટ, અવિશ્ર્વાસ, રોજીની તંગી….. આ બધું ખુદ માનવીની પોતાની કરણીનું પરિણામ છે. ખુદાવન્દે આલમે કુરઆને કરીમમાં આ હકીકત તરફ અગાઉથી ધ્યાન દોર્યું છે. “જમીન અને દરિયાની બુરાઇઓ માનવીની પોતાની કરણીનું પરિણામ છે. […]

Read More

એક માને ઇમામના સલામ

ખુશીના બધા ગીતો આશાઓના સિતાર ઉપર જ આલાપવામાં આવે છે. તેના શબ્દો ભવિષ્યના ભંડારોમાંથી કાઢીને શણગારવામાં આવે છે. એક બાળક માને કહે છે. “માં ઉંઘ નથી આવતી. એક વાર્તા કહે. મા કહે છે; “આંખો બંધ કરો પછી કહું છું. બાળક આંખો બંધ કરી લે છે. પરંતુ પાંપણો ભેગી થતાંજ એમ […]

Read More

ત્રીજા નાએબે ખાસ જનાબ હુસયન બિન રવ્હ નવબખ્તી

વાંચકો ! અલ મુન્તઝરના 15 શઅબાનુલ મુઅઝઝમ 1421 ના વિશેષ અંકમા નયાબતની જરૂરત, 1422 ના વિશેષ અંકમાં નાએબે ખાસ જનાબ ઉસ્માન બીન સઇદ અમરવી અને વિશેષ અંક 1423માં બીજા નાએબે ખાસ મોહમ્મદ બીન ઉસ્માન બની સઇદ અમરવીના જીવન ચરિત્ર ઉપર પ્રકાશ પાડી ચૂક્યા છીએ અને હવે આ અંકમાં ત્રીજા નાએબે […]

Read More

ઝીયારતે આલે યાસીનના ભાવાર્થ

ઝીયારતે આલે યાસીનના ભાવાર્થની શરૂઆત અમે ગયા વરસે કરી હતી તેમાંના થોડા વાક્યોના અર્થની સમજણ આપી હતી. સ્થળ સંકોચના કારણે એવી કોશીશ કરવામાં આવી છે કે શક્ય તેટલા ટૂકાંણમાં અમારો હેતુ સ્પષ્ટ કરી શકીએ. ગયા વરસે અમે આ ઝીયારતની સનદ અને તેનું મહત્વ કેટલુ છે તે દર્શાવ્યું હતું. આ અંકમાં […]

Read More