જ્યારે ખુદા યાદ નથી રહેતો
‘વ મન અઅરઝ અન ઝીક્રી ફ ઇન્ન લહુ મઅીશતન ઝનગંવ વનહશોરોહ યવ્મહુ કેયામતે અઅમા.’ (સુરે તાહા : 124)
તરજૂમો : “અને જે કોઇ શખ્સે મારી યાદથી મોઢું ફેરવ્યું તો એની જીંદગી બહુ જ તંગીમાં ગુજરશે અને અમે એને કયામતના દિવસે આંધળો બનાવી ઉઠાવશું.”
દુનિયાના બેશુમાર લોકોએ પોતાના હકીકી માબુદ (પરવરદિગાર)ની બારેગાહે કદસથી મોઢાં ફેરવી લીધાં છે. (અને) નતીજામાં હજારો જાતના માબુદોને પોતાના માટે ખુદાની હેસીયતથી પસંદ કરી લીધા છે. મુદ્દતોથી પોતાની ખ્વાહીસાત અને હવસના બુત આ બુઢઢા અને કમજોર – મિસાલ ઇબાદતખાનામાં જેનું નામ દુનિયા છે, એક જમાઅત પર પોતાની ખુદાઇનો સીક્કો જમાવી લીધો છે અને ન જાણે કેટલા લોકોને પોતાની સામે માથું ઝુકાવી દેવા પર મજબુર કરી દીધા છે. એ જૂઠા ખુદાઓએ એક લાંબી મુદ્દતથી અનેક લોકોના ખ્યાલાત અને વિચારશક્તિ પર કાબુ જમાવી લીધો છે કે કમજોર અને કાચી બુદ્ધિવાળાઓ એ બુતોં પર પોતાના જીગરના ટુકડા કુરબાન કરવાથી અચકાતા નથી અને પોતાની હસ્તિને એની ઉપર નિછાવર કરી દે છે.