Latest Updates

અકીદએ ઇન્તેઝાર ઉડતી નજરે

ઇન્તેઝારનો પાયો
ઇન્સાનને પોતાની કુદરતી જરૂરતો પુરી કરવા માટે જેમ જેમ જાહેરી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમ તેમ દીલમાં (તે જરતો પુરી થવાની) આશાઓ પણ વધતી જાય છે. અને ત્યારે તે આશાઓને સાથે શરઇ મર્યાદામાં રહીને કુદરતી જરૂરતો પુરી કરવાના પ્રયત્નો કરે છે ત્યારે તે ઇન્તેઝાર રચનાત્મક સ્વરૂપમાં ફેરવાઇ જાય છે. આનાથી ઉલટુ જો માત્ર આશા રાખીને બેસી રહીએ અને શરઇ હદોને તોડીને પ્રયત્નો કરવા લાગીએ તો તે ખંડનાત્મક અથવા અકુદરતી ઇન્તેઝાર કર્યો ગણાશે.
ઇન્તેઝારની પ્રેરણા
કુરઆનની નજરે :
(1) ફકુલ ઇન્નમલ ગયબો લિલ્લાહે ફન્તઝેરૂ ઇન્ની મઅકુમ મેનલ મુન્તઝેરીન (સુ. યુનુસ આ. 20)

Read More

મહદવીયતની માન્યતા અને એહલે સુન્નતના આલીમો

મઝહબે – ઇસ્લામ એ ઇલાહી મઝહબ છે. તેમ છતાં વર્તમાનયુગમાં વિશ્વકક્ષાએ મઝહબે ઇસ્લામ વિશે જે ખોટો, ભ્રામક પ્રચાર કરવામાં આવે છે. અને આવા ઝેરી પ્રચાર અને, પાયાહીન શંકા કુશંકા ઊભી કરીને કેટલાક લોકોને ‘ઇસ્લામ’ ના નામ સાથે દુશ્મની થાય તેટલી હદ સુધી નફરત ઊભી કરી દીધી છે, બરાબર તેવી જ હાલત ઇસ્લામમાં ‘અકીદએ – મહદવીયત’ની છે. આ ઉપરાંત કેટલાક લોકો એવા પણ છે જે આ અકીદાને સનદ અને હવાલાના કારણે વિવશતાથી કબુલ તો કરે છે પણ હઝરત મહદી (અ.જ.) ની ઝાત અને સિફતો સંબંધેની વિગતવાર હદીસોનો ઇન્કાર કરે છે.
ઇમામ મહદી (અ.સ.) ના અકીદા વિશેની જેટલી પણ ગેર સમજણ ઊભી થઇ છે તે માટે બેપ્રકારના લોકો જવાબદાર છે. પહેલા તો એ લોકો જેને ‘નકલી આલીમો’ કહેવા યોગ્ય ગણાશે. આપણે ઇતિહાસ પર ઉડતી નજર નાખીએ તો ઈતિહાસમાં દરેક યુગમાં એવા લોકોના સમૂહ જોવા મળે છે, જેનો પહેરવેશ અને દેખાવ તો આલીમો જેવો જ હતો પણ તેમની પ્રવૃતિ, અકીદા અને દ્રષ્ટિકોણમાં જેતે હુકુમતની પુજા અને પૈરવી મુખ્ય હતી. આ પ્રકારના લોકો એજ તેમના વખતની હુકુમતની ઇલાહી હુકુમત સાબિત કરવા માટે જાએઝ અને નાજાએઝ બંને પ્રકારની રીત અને નીતિ અપ્નાવી લીધી હતી. અને તેમની સાચી – ખોટી વાતોના રક્ષણ માટે જ અકીદ – એ – ઇમામ મહદી (અ.સ.) ની વિરૂદ્ધમાં જુદી જુદી રીતે ખોટો પ્રચાર શરૂ કરી દીધો.

Read More

યુસૂફે ઝેહરા (અજ.)ને સતત યાદ કરતા રહો

સંદેશ
યુસૂફે ઝેહરા (અજ.)ને સતત યાદ કરતા રહો.
આજના મુબારક પ્રસંગે સૌથી પહેલા ઇમાની સમૂહને એ મહાન હસ્તી અને બકીયએ ખુદાવંદીના વિલાયતની મુબારબાદી પેશ કરીએ છીએ. આપનો ઝીક્ર માત્ર કુરઆની આયતો, રિવાયતો અને હદીસોમાંજ નહી પણ અંબિયાઓના સહીફામાં પણ મળે છે.
આપ એ મહાન હસ્તી છે જે પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) ના અંતિમ વસી છે. જેઓ દીન ઇસ્લામને બીજા તમામ ધર્મ પર અગ્રતા અપાવશે અને હરિયાળીથી ભરી દેશે. જે ઝુલ્મ અને અત્યાચારની તમામ નિશાનીઓને નાબૂદ કરીને કુફ્રના ધ્વજને નમાવી દેશે. જે શીર્ક અને દંભના મૂળ ઉખેડીને તેના નામો – નિશાન બાકી રહેવા નહીં દે, જે અભિમાન અને બગાવતની બધી ખેતીનઓને ઉજાડી દેશે. જે ગર્વિષ્ઠોને પરાજીત કરીને નિર્બળો અને દીનદારોના મસ્તક ઊંચા કરશે. ગુમરાહી ફીત્ના ફસાદના સોદાગરોને નાબૂદ કરી દેશે. જે વેરવિખેર પડેલા દીનદાર અને મુત્તકીઓને એક કેન્દ્રપર ભેગા કરશે. હકનો પરચમ જમીન પર લહેરાવશે. જે દોસ્તોને ઇઝઝત અને સ્વમાન આપશે અને દુશ્મનોને અપમાનીત અને તિરસ્કૃત કરશે.

Read More

જુમ્આના દિવસે પઢવાની ઇમામે ઝમાના (અ.સ.)ની ઝિયારત

સલામ થાય આપના ઉપર અય અલ્લાહની ધરતી ઉપર તેની હુજ્જત. સલામ થાય આપના ઉપર અય અલ્લાહની મખલુકનું ધ્યાન રાખનાર.
સલામ થાય આપના ઉપર અય અલ્લાહના નુર કે જેમના થકી હિદાયત પામનારાઓ હિદાયત મેળવે છે અને જેમના થકી મોઅમીનોની મુશ્કેલી દૂર થાય છે સલામ થાય આપના ઉપર અય ખૌફે ખુદાની તહઝીબ રાખનાર.
સલામ થાય આપના ઉપર અય નસીહત કરનાર વલી. સલામ થાય આપના ઉપર અય નજાતની કશ્તી. સલામ થાય આપના ઉપર અય ઝિંદગીનો સ્ત્રોત.
સલામ થાય આપના ઉપર અને દુરૂદ અને સલવાત આપ પર અને આપના પાક અને પાકીઝા અહલેબયત (અ.સ.)ની ઉપર.
સલામ થાય આપ પર, અલ્લાહે આપને જે મદદનો અને જે બાબતને જાહેર કરવાનો વાયદો કર્યો છે તેમાં તે જલ્દી કરે. સલામ થાય આપના ઉપર અય મૌલા! હું આપનો ગુલામ છું અને આપના આગાઝ અને અંજામને જાણું છું.

Read More

વિલાયતના નિગેહબાન શયખ સદ્દુક (રહ.) અને ઇમામ મહદી (અ.સ.)નો ઇન્કાર કરનારાઓ

વિલાયતની સરહદોનું રક્ષણ અને સારસંભાળ રાખનાર, શીયાઓના અલમબરદાર, ઇમામીયા મઝહબના જુદા તરી આવતા આલિમ, ઇસ્નાઅશરી ફીરકાના સરદારોના સરદાર, દીન અને હકના મિનારા, તીવ્ર બુદ્ધિશાળી શયખે અઅઝમ, અબુ જઅફર મોહમ્મદ બિન અલી બિન અલ હસન બિન બાબવયા કુમ્મી જે શયખ સદ્દુકના નામે જાણીતા છે, ચોથી સદી હિજરીમાં તેમણે શીયા મઝહબના રક્ષણ માટે એવા મહાન કાર્યો કર્યા જે કયામત સુધી ઇમામતની દિફા માટે બખ્તર અને ઢાલનું કામ કરશે.
‘અલ મુન્તઝર’ના જુદા જુદા અંકોમાં આપ્ના વ્યક્તિત્વ અને લખાણોનો ભરપુર ઝિક્ર થતો રહ્યો છે. આ અંકમાં આપ્નીજ કૃતિ ‘કમાલુદ્દીન વ તમામુન્નેઅમત’ની પ્રસ્તાવનામાંથી એક મુનાઝરા (વાર્તાલાપ)ના પ્રસંગને રજુ કરી રહ્યા છીએ. કનુદ્દૌલાના દરબારમાં એક મુલ્હીદે મરહમ શયખ સદ્દુક (રહ.) સાથે ઇમામતની સામે પોતાના વાંધાઓ રજુ કર્યા હતા અને આપે આ બેઠકમાં તેના જવાબો આપ્યા હતા. આ ચર્ચાને મુનાઝરા (સવાલ જવાબ)ના સ્વપે રજુ કરી રહ્યા છીએ.
મુલ્હીદ : તમારા ઇમામ ઉપર વાજીબ છે કે તેઓ નીકળે અને પરદામાંથી બહાર આવે. કારણ કે રોમના લોકો ટૂંક સમયમાં મુસલમાનો ઉપર વર્ચસ્વ જમાવી લેશે.

Read More

ગયબતનો ઝમાનો – કસોટીનો યુગ

પ્રસ્તાવના :
હાલમાં આપણે જે યુગમાંથી પસાર થઇ રહ્યા છીએ તે મોટી ગયબત એટલે કે ‘ગયબતે કુબરા’નો યુગ છે. આ તે યુગ છે જેમાં હઝરત હુજ્જત (અ.સ.)ના કોઇ ખાસ નાએબ નથી, જેમના થકી ઇમામ (અ.સ.)નો સંપર્ક સાધી શકાય અને આપણા સવાલો રજુ કરીને આપ (અ.સ.) પાસેથી જવાબો મેળવી શકાય. આ યુગ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ખુદાવન્દે આલમ હઝરત મહદી (અ.સ.)ને ઝુહરની પરવાનગી ન આપે. જ્યારે આપ (અ.સ.) અલ્લાહના હકમથી જાહેર થશે ત્યારે લોકોને તેમની ઝિયારતની ખુશનસીબી હાંસિલ થશે. તેમની પવિત્ર સેવામાં હાજર રહેવાનું બહમાન પ્રાપ્ત થશે. જ્યાં સુધી અલ્લાહ ઝુહરની પરવાનગી નહિં આપે ત્યાં સુધી આ ‘ગયબતે કુબરા’નો યુગ ચાલુ રહેશે. આ યુગ કસોટી અને પરીક્ષાનો યુગ છે. આ યુગની અમુક લાક્ષણિકતાઓ છે.

Read More

ઇમામે ઝમાના (અ.સ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજુતી

દર વર્ષની મુજબ આ વર્ષે પણ આપણે હઝરત હુજ્જત (અ.સ.)ને લગતી એક ઝિયારતની સમજુતી અને વિશ્ર્લેષણને જોઇશું. આ વર્ષે જે ઝિયારતની પસંદગી કરવામાં આવી છે તે છે ઇમામે ઝમાના (અ.સ.)ની જુમ્આના દિવસે પઢવાની ઝિયારત. પરંતુ જુમ્આના દિવસની ઝિયારતની ચર્ચા શરૂ કરતાં પહેલાં જુમ્આના દિવસની અમુક ફઝીલતોની ચર્ચા કરવી યોગ્ય ગણાશે.
જુમ્આના દિવસની ફઝીલત :
ઇસ્લામમાં જુમ્આના દિવસનું ઘણું મહત્વ છે. સામાન્ય રીતે બધા દિવસો અલ્લાહના જ છે પરંતુ જુમ્આનું એક ખાસ મહત્ત્વ અને સ્થાન છે.
(૧) ઇમામ કાઝિમ (અ.સ.) ફરમાવે છે :
“જુમ્આના દિવસે અલ્લાહે નબીઓ અને વસીઓને પેદા કર્યા.
(બેહાર, ભાગ – ૧૫, પાના નં. ૨૨, નકલ અઝ બસાએરૂદ્દરજાત)

Read More

મુન્તખબુ અલ-અસરે

અલ મુન્તઝરના વાંચકોને યાદ હશે કે હિ. સન ૧૪૦૮ના શઅબાનુલ મુઅઝ્ઝમના અંકમાં ‘કિતાબોની ઓળખ’ અથવા ‘ઇમામ (અ.સ.)ની મઅરેફતના માર્ગો’ શિર્ષક હેઠળ એક લેખમાં કિતાબો થકી ઇમામે અસ્ર (અ.સ.)ની મઅરેફતનું મહત્ત્વ રજુ કરી ચૂક્યા છીએ. એ પણ વર્ણવી ચૂક્યા છીએ કે ઇસ્લામના પ્રારંભકાળથી જ મુસલમાનોમાં સંપાદન અને સંકલનનો સિલસિલો ચાલ્યો આવે છે અને આવી રીતે આપણી સંસ્કૃતિ અને કલ્ચર ઇલ્મની દ્રષ્ટિએ માલામાલ છે.
જે રીતે બીજા વિષયો ઉપર ઘણી કિતાબો લખવામાં આવી છે તેજ રીતે મહદવીય્યતના અકીદા ઉપર પણ સેંકડો કિતાબો મૌજુદ છે. ‘અલ મુન્તઝર’ના અગાઉના અંકોમાં તેમાંની કેટલીક કિતાબોની સમીક્ષા થઇ ચૂકી છે.
આપણે આ લેખમાં આવી જ એક કિતાબની જાણકારી મેળવવા જઇ રહ્યા છીએ.

Read More

ઇમામે વક્ત (અ.સ.) અને સય્યદ ઇબ્ને તાઉસ (રહ.)

ઇમામ (અ.સ.)ની નઝરે એક મોઅમીનનું માન અન મર્તબો એટલો બધો છે જેટલો આપણી નઝરમાં ઇમામ (અ.સ.)નું માન અને મર્તબો છે.
(મિક્યાલુલ મકારીમ, ભાગ – ૨, પાના નં. ૪૦૦)
માણસની હકીકત તેની લતીફ રૂહને ગણવામાં આવી છે. જેને અલ્લાહ તઆલાએ પાક અને પવિત્ર બનાવી છે અને દરેક પ્રકારની ગંદકીથી દૂર રાખી છે. આ રૂહને એવી રીતે પેદા કરવામાં આવી છે કે એક તરફ તેમાં હિદાયત અને તરબિયતની ક્ષમતા હોવાની સાથે સાથે રૂહાની ખુબીઓ પ્રાપ્ત કરવાની શક્તિ પણ જોવા મળે છે. જ્યારે બીજી બાજુ ગુનાહોમાં રચ્યા પચ્યા રહેવાના કારણે પડતીની ખીણમાં પડી જવાનો ભય પણ જોવા મળે છે.
જો આ રૂહ નફસની પાકીઝગી, કુરઆનની તાલિમ, અહલેબયત (અ.સ.)ના ફરમાનોના માર્ગદર્શન હેઠળ પોતાની જાતને આગળ વધારે તો દુનિયા અને આખરેતની ખુશનસીબી અને સૌથી મોટી સફળતા એટલે કે પરવરદિગારે આલમની ખુશ્નુદી મેળવી શકે છે. પરંતુ જો રૂહ આ બાબતોથી દૂર રહે તો તે ગફલત અને અંધકારની જેલમાં કૈદ થઇ જશે. આ માટીના પુતળામાં રૂહની હાજરીને જ તેનું જીવન કહેવામાં આવે છે.

Read More

ઇસ્તેગાસા બે હઝુરે હઝરત વલીએ-અસ્ર અજ્જલ્લાહો ફરજહશશરીફ

યબ્નઝ-ઝહરા-આ કે યે લમ્હાએ ઇમદાદ ય યબ્નઝ-ઝહરા-યબ્નઝ ઝહરા
સારી દુનિયા સીતમ ઇજાદ હય યબ્નઝ – ઝહરા
હર કદમ એક નઇ ઉફતાદ હય યબ્નઝ – ઝહરા
જીસે દેખો વહી જલ્લાદ હય યબ્નઝ – ઝહરા
યાની બેદાદ પે બેદાદ હય યબ્નઝ – ઝહરા
હર બશર કી યહી ફરયાદ હય યબ્નઝ – ઝહરા
આ કે યે લમ્હા એ ઇમદાદ હય યબ્નઝ – ઝહરા
ઉઠ્ઠે હય દિને – પયગમ્બર કે મીટાને વાલે
ઝુલ્મ હર મોહસીને ઇસ્લામ પર ઢાને વાલે
આગ ફીર ખાનએ ઝહરા મેં લગાનેવાલે
કામ અબ આયેંગે બસ તેરે ઘરાનેવાલે

Read More