Latest Updates

હુસૈન (અ.સ.)ના કાતીલો ઇતિહાસના સાક્ષીઓના અરીસામાં

આધુનિક યુગને જ્ઞાન, વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરવાનો યુગ કહેવામાં આવે છે. જેમાં સદીઓથી ચાલ્યા  આવતા ગુંચવણભર્યા અને વિરોધાભાસી અભિપ્રાયો અને મંતવ્યોનો સુંદર રીતે અને ખૂબી પૂર્વક ઉકેલ શોધવાની કોશીશ કરવામાં આવે છે અને આ બાબતમાં તટસ્થ સંશોધકો મોટા ભાગે સફળ થયા છે અને થતા રહેશે. પરંતુ આ ત્યારે શક્ય બને […]

Read More

વલ અસ્ર…..

સમયના સૌથી નાના ભાગને ક્ષણ કહેવામાં આવે છે. આ ક્ષણ સેકન્ડથી પણ નાની હોય છે. તેનાથી પણ સમયનું એક નાનું માપ હોય છે જેને “કલમહીલ બસર’ કહે છે. એટલે કે પલક ઝપકતા પસાર થઇ જાય. સમગ્ર જગતનું જીવન એજ ક્ષણોની બનેલી સાંકળમાં જકડાએલું છે. માણસ જન્મ પછી ક્ષણે ક્ષણે મોટો […]

Read More

લોહુફ

સય્યદ ઇબ્ને તાઉસ (અ.ર.)એ લોહુફની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ કિતાબ લખવાનું કારણ એ છે કે જ્યારે મેં “મિસ્બાહુઝઝાએર વ જનાહુલ મોસાફીર સંપાદન કરી તો જોયું કે આ કિતાબ ઝ્યિારતો અને દિવસ તથા રાતના ખાસ અઅમાલનો સમાવેશ કરી લે છે અને આ કિતાબ રાખનારને મીસ્બાહ (મીસ્બાહુલ મોહતજદ અને મીસ્બાહે કફઅમી) જેવી કિતાબો રાખવાની જરૂરત નથી પડતી અને મહાન અને પવિત્ર મઝારોનું કામ તેનાથી લે છે. તેથી મેં એ પસંદ કર્યું કે આ કિતાબ ધરાવનારને મકતલ અને ઝિયારતે આશુરા માટે બીજી કોઇ કિતાબ રાખવી ન પડે તેથી કિતાબે લોહુફને સંક્ષિપ્તમાં લખી જેથી તે મિસ્બાહુઝ ઝાએરની પૂરક બની જાય. મેં ઝવ્વારોની સમયની તંગીને ધ્યાનમાં રાખીને બાબત લખી અને લંબાણ પૂર્વકના વિવરણને છોડી દીધું છે.

(લોહુફ મુકદ્દમા, પાના નં. ૨૪)

Read More

કરબલાના શહીદો પર અફસોસ અને વિલાપ

કરબલાની હૃદયદ્રાવક ઘટના આજ સુધી શીયાઓની મહેફીલો અને મજલીસો માટે ઝળહળતો પ્રકાશ બની રહી છે અને શીયા સમાજ માટે સદીઓથી એક ભવ્ય પરિબળ અને પ્રેરક બનીને પેઢી દર પેઢી કેળવણી પુરી પાડી રહી છે અને ભવિષ્યમાં પણ આજ રીતે મહેફીલો, મજલીસો અને ઇસ્લામી સમાજને હિદાયતનું નૂર પહોંચાડતી રહેશે.

મરહુમ મીર અલી અનીસે ખૂબ સુંદર રીતે કહ્યું છે :

“હર વક્ત ગમે શાહે ઝમન તાઝા હય

Read More

ઇમામ હુસૈન(અ.સ.)ની અઝમત ઉપર એક વિચાર એક નઝર

ઇમામ હુસૈન(અ.સ.)ની અઝમત ઉપર એક વિચાર એક નઝર

ઇન્સાનની અક્લ અને ડહાપણ, ઇલ્મ અને સમજ તેમજ વિચાર અને નઝર એક પાંખ કપાયેલ પક્ષીની જુંબીશ સમાન છે, જેને તે પોતાની બધી તાકત, આવડત અને સંશોધનને સમેટીને પોતાની બલંદ હિંમત અને બલંદ હોસલાની સાથે પોતાના બાવડાઓને આપે છે.

Read More

આલે મોહમ્મદ અલયહેમુસ્સલામના અખ્લાક મરસીયાખ્વાન મીર અનીસની રોશનીમાં

મીર બબર અલી અનીસ અઅલલ્લાહો મકામહૂના અશઆર અને તેમના મરસીયાના સબંધમાં તેમના સમયથી લઇને આજ સુધી ઘણું બધુ લખાઇ ચુક્યુ છે. મીર અનીસે પોતાના મરસીયામાં આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાક ઉપર કેટલો પ્રકાશ પાડ્યો છે અને તેમને તેમાં કેટલી સફળતા મળી છે, તેનો ખરેખર ખ્યાલ તેજ સમયે મળી શકે છે જ્યારે આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાક માનવતાની સીમામાં રહીને અમુક હદે નક્કી કરીએ. પરંતુ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાકની હદ નક્કી કરતા પહેલા આ બાબત ઘણી જરૂરી છે કે અખ્લાકની વ્યાખ્યા તેની વિસ્તૃતતા, ઉસુલ અને પાયાનું ઓછામાં ઓછું થોડું જ્ઞાન આ માટીથી બનેલા ઇન્સાનના દીમાગમાં અસ્તિત્વમાં હોય, જેથી હવે પછી આવનારા પરિણામો સમજવામાં (પ્રાપ્ત કરવામાં) વધારે તકલીફ ના થાય.

Read More

ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલો ઐતિહાસિક સાક્ષીઓના અરીસામાં (ભાગ-2)

‘અલ મુન્તઝર’ના મોહર્રમ હિ.સ. 1428ના અંકમાં ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોના મઝહબના બારામાં ઐતિહાસિક સાક્ષીઓ અને દલીલોના અરીસામાં ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હજી અમૂક ઐતિહાસિક હકીકતો બાકી છે જે બીજા ભાગ તરીકે રજુ કરવાની ખુશબખ્તી હાંસિલ કરી રહ્યા છીએ.

પહેલા ભાગમાં નીચે દર્શાવેલા બે પ્રશ્ર્નોની છણાવટ કરીને ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોના મઝહબની ઓળખાણ આપવામાં આવી હતી અને તેઓને બે સવાલો થકી ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોને શીઆ કહેનારાઓની હજારો દલીલોનો જડબાતોડ જવાબો આપવામાં આવ્યા હતા. તેમ છતાં હજી પણ ઘણા બધા પાસાઓ બાકી છે. જે અમે ક્રમશ: રજુ કરવાની કોશિશ કરશું.

Read More

અઝાદારી અને કુરઆન

આધુનિક શિક્ષણો અને વર્તમાન યુગની વિચારધારાએ જ્યાં વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે અને માનવીને નવા વાતાવરણોની જાણકારી આપી છે ત્યાં ભૌતિકતામાં સપડાવવાના એવા સાધનો પણ પેદા થયા છે કે દરેક તે વસ્તુ કે જેમાં જાહેરી રીતે કોઇ ભૌતિક ફાયદો અને તે પણ રોકડ સ્વરૂપમાં ન દેખાતો હોય ત્યાં આ આધુનિક વિચારધારા અનેક પ્રકારનાં પ્રશ્ર્નો કરે છે અને તેના ફાયદાનો ઇન્કાર કરે છે.

Read More

ઇમામ હુસૈન (અ.સ.)ના થોડા કથનો

પરવરદિગારે આલમ કુરઆને કરીમમાં ફરમાવે છે :

“બેશક! અમે તેને રસ્તો દેખાડી દીધો છે પછી ચાહે તે શુક્ર કરનારો થાય અથવા ચાહે તો કુફ્ર અખત્યાર કરે.’

(સુરએ દહર : ૩)

Read More