Latest Updates

ઈમામ હુસયન અ.સ.નો પત્ર અમીરે શામ મોઆવીયાના નામે

બીજા ખલીફા ઉમર બીન ખત્તાબના સમયમાં હુકમથી મોઆવીયાહ બીન અબુ સુફિયાને શામનો હાકીમ બનાવી દેવામાં આવ્યો અને આ સિલસિલો હઝરત ઈમામ હુસયન અ.સ.ના પવિત્ર જીવનના આખરી દિવસો સુધી ચાલુ રહ્યો. હઝરત ઈમામ હુસયન અ.સ.ની ઈમામતના દસ વર્ષ મોઆવીયાની ખીલાફત અને હકુમતમાં પસાર થયા

Read More

સહાબા અને તાબેઈનની દ્રષ્ટિએ શહિદે કરબલાની મહાનતા

હિજરીની પહેલી સદીમાં મુસલમાનોના દિલોમાં ઈમામ હુસયન અ.સ. માટે જે મોહબ્બત અને મહાનતા જોવામાં આવતી હતી તે અજોડ હતી. તે મોહબ્બત અને સન્માનના કારણે તે અસાધારાણ મહેરબાનીઓ, પ્રેમભાવ, આદરભાવ અને ઔચિત્ય જેના વિષે આં હઝરત સ.અ.વ. ફરમાવ્યા કરતા હતા, તે હદીસો જે રસુલે ખુદા સ.અ.વ. એ સય્યદુશ્શોહદાના ગુણગાન અને પ્રશંસામાં બયાન કરી હતી તે મુસલમાનોમાં પ્રચલિત હતી. અને જેની ચર્ચા મોઅમીનોની મહેફીલો અને મજલીસોમાં થયા કરતી હતી. સામાન્ય લોકો અને ખાસ વ્યકિતઓ બધાજ અપવાદ વિના તેનાથી માહિતગાર હતા.

Read More

કયામે ઈમામ હુસયન અલયહિસ્સલામના પરિણામો

હઝરત રસુલે ખુદા સ.અ.વ.ના મૃત્યુ અથવા શહાદત પછી તુરતજ પવિત્ર એહલેબય્ત અ.સ.એ ધર્મના રક્ષણ કાજે ધીરજ અને સબ્રનો જે સીલસીલો શરૂ કર્યો તે આજ સુધી બાકી છે. પોતાના હક્ક-સત્યની સાબિતીની પાયમાલી ઉપર માત્ર એટલા માટે સબર કરતાં રહ્યાં કે દીન બાકી રહે. તકબીર અને કલમે શહાદતય્નનો અવાજ વાતાવરણમાં ગુંજતો રહે.

Read More

શહાદતે હુસયન અ.સ.ની આગાહીઓ

હઝરત રસુલે ખુદા સ.અ.વ.ની રીસાલતના મોઅજીઝાઓ પૈકી એક મોઅજીઝો એ પણ છે કે આપના પવિત્ર મુખેથી પવિત્ર વહી દ્વારા કરવામાં આવે બધીજ આગાહીઓ સત્ય પુરવાર થઈ છે.

આં હઝરત સ.અ.વ. એ ભવિષ્યના બનાવો અને સમયકાળની આગાહી તેમના પવિત્ર જીવન દરમ્યાન કરી, તે પ્રસંગો બન્યા છે અને પ્રકાશમાં આવ્યા છે. આગાહીઓ અને પ્રસંગો બંનેને ઈતિહાસે તેના પાનાઓમાં સુરક્ષિત કરી લીધા છે, જેથી કરીને ઈસ્લામના ઈતિહાસની સાથે ન્યાય કરનારા બુદ્ઘિજીવીઓ કયારેય ન તો તેનો ઈન્કાર કરી શકે ન

Read More

હકીકતે-અબદી હય, મકામે શબ્બીરી

શબ્બીરનો દરજ્જો સદાને માટે હકીકત – સત્યતા છે.

હઝરત ઈમામ હુસયન અ.સ. વિષે કંઇ કહેવું તે એવું છે કે જેમ ભૂગર્ભમાં બેસીને મહાન અર્શ વિષે વાતચીત કરવી. ઈમામ હુસયન અ.સ. ના જે મોઅજીઝાઓ પ્રદર્શિત થયા છે તે તો મોઅજીઝાઓ જ છે.

Read More

હઝરત સય્યદુશ્શોહદાનું સરે અકદસ કયાં દફન છે

દસ મોહર્રમ આશુરાના હઝરત સય્યદુશ્શોહદા અ.સ.ની હૃદય દ્રવિત શહાદતની ઘટના ઘટી ગયા પછી ખુદા અને રસુલને ભુલી ગએલા યઝીદના લશ્કરે અહલેબય્તના તંબુઓને આગ લગાડી, અહલે હરમને લૂંટયા, લાશોને પાયમાલ કરી. યઝીદના લશ્કરના વડા ઉમરે સઅદે હઝરત ઈમામ હુસય્ન અ.સ.ના પવિત્ર સર ખુલી બીન યઝીદ અસ્બહી અને હમીદ બીન મુસ્લિમની સાથે અને બાકીના શોહદાઓના પવિત્ર સરો શીમ્ર બીન ઝીલ જવશન, કયસ બીન અશઅસ અને અમરૂ બીજ હજ્જાજની સાથે કુફાના હાકીમ ઉબયદુલ્લાહ ઈબ્ને ઝીયાદની તરફ રવાના કર્યા. ઉબયદુલ્લાહ ઈબ્ને ઝીયાદે હ. ઈમામ હુસય્ન અ.સ.ના સરે અકદસ સાથે બેહુરમતી કરવામાં કોઈ કસર ન છોડી. સરોને કુફાના શહેરમાં ફેરવવામાં આવ્યા. શામથી જવાબ આવ્યા પછી પાકીઝા સરોને યઝીદ બીન મોઆવીયાના દરબારમાં શામ તરફ રવાના કરી દીધા.

Read More

જનાબે ફાતેમા બિન્તુલ હુસય્ન અ.સ.નો ખુત્બો

જનાબ ઝયદ બીન મુસા બીન જઅફરે પોતાના બાપ-દાદા અ.સ.થી રિવાયત નોંધી છે કે જ્યારે અહલે હરમનો કાફલો કરબલાથી કૂફા લાવવામાં આવ્યો તે સમયે જનાબ ફાતેમા સુગરા સ.અ. કંઈક આ રીતે ખુત્બો પઢયા: પ્રસંશા અલ્લાહની રેતી, રજ અને પથ્થરોની સંખ્યામાં અને આસમાનથી જમીન સુધીના વજન જેટલી તેની પ્રસંશા કરૂં છું અને તેની ઉપર સંપૂર્ણ ઈમાન ધરાવું છું અને તેના ઉપર તવક્કલ કરૂં છું અને હું ગવાહી આપું છું કે અલ્લાહની સિવાય કોઈ મઅબુદ નથી. તે એક એકલો છે, જેનો કોઈ શરિક નથી અને મોહમ્મદ સ.અ.વ. તેના બંદા અને રસુલ છે અને આપ સ.અ.વ.ની અવલાદને ફુરાત નદીના કિનારે કોઈપણ ગુનાહ કે ખતા વગર નાહક ઝબહ કરવામાં આવ્યા. એ ખુદા! તારી પાસે પનાહ માંગુ છું તારી તરફ ખોટી નિસ્બત આપવાથી અને વિરૂધ્ધ કહેવાથી. જે પણ કંઈ અલી બીન અબી તાલીબ અ.સ.ના સિલસિલમાં વસી હોવાના તારા કોલ-કરાર છે તે અલી (અ.સ.)ને અલ્લાહના ઘરમાં બેગુનાહ શહીદ કરી દીધા. અને કાલે તેમના ફરંઝદોને શહિદ કરી નાખ્યા.

Read More

અહલેબય્ત અ.સ.ની ભવ્યતા

અહલેબય્ત અ.સ.ની ભવ્યતા સય્યદુશ્શોહદાના સ્વમુખે ઈસ્લામ ધર્મના મૂળભુત સિધ્ધાંતો પૈકી એક સિધ્ધાંત છે, અહલેબય્તે રસુલ સ.અ.વ.નું અનુસરણ, તેટલા જ માટે રસુલે ખુદા સ.અ.વ. એ ફરમાવ્યું, “હું તમારી વચ્ચે બે મહત્વની વસ્તુઓ છોડીને જઈ રહ્યો છું. એક અલ્લાહની કિતાબ (કુરઆને મજીદ) અને બીજી મારી એહલેબય્ત (અ.સ.) જો તમે આ બંનેને મજબુતીથી […]

Read More