Latest Updates

શામના માર્ગની ઘટનાઓ

કરબલાની ઘટના પછી પ્રકાશમાં આવતા દ્રષ્યોનો બિહામણો અને આક્રમક ઈતિહાસ આધારભૂત પુસ્તકોના અભ્યાસ કરવાથી દ્રશ્યમાન થાય છે.

જનાબ સય્યદ ઈબ્ને તાઉસ અ.ર.એ તેમના પુસ્તક “ઈકબાલ”માં લખ્યું છે કે: તમારે એ જાણવું જોઈએ કે આશુરાના દિવસનો અંતિમ ભાગ એ છે કે જેમાં હુસય્ન અ.સ.ના અહલે હરમ, આપની પુત્રીઓ અને બાળકો દુશ્મનોની કેદમાં નિરાધર અને ભાવહીન, દુ:ખ અને દર્દ અને રૂદન અને આક્રંદમાં તડપી રહ્યા હતાં. તે દિવસનો અંતિમ ભાગ તેઓએ એવી પરિસ્થિતીમાં પસાર કર્યો કે તેઓ એવી હિણપત અને બેઈઝઝતીમાં હતા કે મારી કલમની મર્યાદા તેનું વર્ણન કરી નથી શકતી.

Read More

શીમ્રે ઝીલ જવશન (લ.અ.)

ઈમામ હુસય્ન અ.સ.ના કાતીલોના વર્ણનો અગાઉના અંકોથી રજુ કરવામાં આવી રહ્યા છે. આ સિલસિલાની કડી શીમ્રે મલઉનનું વર્ણન છે.

સુરએ ઈબ્રાહીમની આયત ૨૬ માં છે કે “મસલો કલેમતીન ખબીસતીન શજરતીન ખબીસહ”. નાપાક અને વિકૃત વાતનું ઉદાહરણ નાપાક અને વિકૃત ઝાડના જેવું છે. (ન તો તેનું મુળ મજબુત ન ડાળીઓ ઉંચી). જમીન ઉપરથી જ ઉખાડીને ફેંકી દેવામાં આવે તેને જરા પણ મજબુતી નથી. તેવી જ રીતે સુરએ બની ઈસરાઈલની આયત ૬૦ માં ખુદાવંદે આલમ ઈરશાદ ફરમાવે છે “અને મલઉનોની વંશાવળી પણ લોકો માટે ફિત્નો છે.”

Read More

ઈમામ હુસય્ન અ.સ. અને અખ્લાક

ઈમામ હુસય્ન અ.સ. અને અખ્લાક ઈમામ હુસય્ન અ.સ.ના જીવનના જુદા જુદા સ્વરૂપો છે તેમાંનું એક મહત્વનું સ્વરૂપ આપના સંસ્કારોની સુંદરતા છે. અને કેમ ન હોય? જગતના સૌથી વધુ ચારિત્રવાન રસુલ સ.અ.વ.ના નવાસા છે. જેમની બેઅસત જ ચારિત્રની પરાકાષ્ટાનું મુળ છે. “ઈન્ની બોઈસ્તો લે ઓતીમ્મ મકારેમલ અખ્લાક”. (રસુલ અકરમ સ.અ.વ.) ઈમામ […]

Read More

જનાબ ઝોહયર બિન કૈન બજલી

કરબલાની ઘટનાની મહાન વિભૂતિઓમાં સૌથી વધુ મહત્વની અને અસરકારક વિભૂતિ તો ખુદ ઈમામ હુસય્ન અ.સ.નું વ્યકિતત્વ અને પ્રતિભા છે, પરંતુ અમુક ચહેરાઓ તેમાં શામીલ થઈને તેને ઈતિહાસની એક અજોડ ઘટના બનાવી દીધી છે. ઈમામ હુસય્ન અ.સ.ના અસ્હાબો પૈકી દરેક પોતાની જુદી જુદી પ્રતિભા પણ ધરાવે છે. અને શહાદતના ગુલદસ્તામાં ભળી જઈને તેની સામુહીક ભવ્યતા અને સ્વરૂપમાં વધારો પણ કર્યો છે. આ સૌની રહેણી કરણીમાં, સિધ્ધાંતો અને અકીદાઓમાં, ધ્યેય અને વિચાર સરણીમાં, જીવન અને મૃત્યુની ઈચ્છાઓમાં, હુસયની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. તેઓ ઈમામ હુસય્ન અ.સ. માટે ગર્વને પાત્ર હતાં.

Read More

અસ્સલામો અલલ હુસય્ન વ અલા અલીય્યીબ્નીલ હુસય્ન વ અલા અવ્લાદીલ હુસય્ન વ અલા અસ્હાબીલ હુસય્ન

હઝરત ઈમામ હુસય્ન અ.સ.નો ઝીક્ર સાંભળીને જ દિલોમાં દીની જઝબાત ઉભરાવા લાગે છે. ઈમાન અને અમલ, ત્યાગ અને બલીદાન, શિષ્ટાચાર અને સદગુણો, ધૈર્ય અને સહનશીલતા, જાંનિસારીની ઉમટતી લાગણીઓ, ઈમામે વકતના ઈશારાઓના પાલનનું સંપૂર્ણ પ્રતિબિંબીત થએલી લાગણીઓ – સ્વ-પ્રસંશાથી ખુદાની પ્રસંશા મેળવીને ઈમામની પ્રસંશાની મંઝીલ ઉપર પહોંચીને, પોતાની જાતને ભુલી જઈને એટલે માત્ર અને માત્ર ઈમામે વકતના રક્ષણની ચિંતા, તેમની ખુશ્નુદી પ્રાપ્ત કરવા માટેની મથામણ, ખુદાની મરજી પ્રાપ્ત કરવાની તડપ, રીસાલત અને ઈમામતની બારગાહમાં સુર્ખરૂ (લાલિત્યવાળો ચહેરો) થવાની તમન્ના.

Read More

અદ્લની વ્યવસ્થા અને હઝરત વલીએ અસ્ર (અ.સ.)નો ઝુહૂર

ફિતરી રીતે ઇન્સાન અદ્લો ઇન્સાફને દિલથી ચાહે છે અને ઝુલ્મ તેમજ અન્યાયથી નફરત કરે છે. સંપૂર્ણ અદ્લના ઇન્તેઝારમાં સદીઓ પસાર થઇ ગઇ. લાખો લોકો અદ્લની કુરબાનગાહ પર ભેટ ચઢાવી દેવાયા છે, પરંતુ દુનિયાને સંપૂર્ણ અને ઝીંદગીના દરેક તબક્કાઓમાં અદ્લ નસીબ નથી થયો. આજે પણ દુનિયામાં આતંકવાદને મિટાવવા માટે જે કાર્યો […]

Read More

ગયબતના ઝમાનામાં ઔરતોની અમુક જવાબદારીઓ

ક્યારેક દીમાગમાં એ સવાલ ઉત્પન્ન થાય છે કે ઇમામે ઝમાના(અ.સ.) અને વૈશ્ર્વીક હુકુમતની સ્થાપના શું ફક્ત ઐતિહાસીક મહત્વ ધરાવે છે? મતલબ કે સંસ્કૃતિની ઉન્નતિ સાથે ઇમામે ઝમાના(અ.સ.)ની વૈશ્ર્વીક હુકુમતની સ્થાપના, એ એક સ્પષ્ટ હકીકત છે, જે સામે આવી રહી છે. આ હુકુમતની શ‚આત ક્યારે થશે એ તો ખબર નથી, પરંતુ […]

Read More

ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત જગ્યાઓ

પ્રસ્તાવના: આ એક સંશોધનાત્મક અને ઐતિહાસિક વિષય છે. જેનું મહત્વ ફાયદો અને ‚હાનીયતનું એક ખૂબજ વિશાળ વિસ્તાર છે.  જે માત્ર ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત પવિત્ર જગ્યાઓની તરફ ફક્ત વિચારવાની દાવત જ નથી આપતો પરંતુ હકના શોધનારાઓને એવી રોશની આપે છે, જે તેમને બાતિલ પ્રચારોની જાળના ફંદાઓમાંથી કાઢીને હિદાયત પામેલા બનાવે છે, […]

Read More

જુમ્આના દિવસે ઇમામે ઝમાના(અ.સ.)ની ઝિયારતની સમજણ

(અલ મુન્તઝર શાબાના સ્પેશ્યલ અંક હિ.સ. ૧૪૩૨ અગાઉથી શ‚) “હાઝા યવ્મુલ્ જોમોઅતે વ હોવ યવ્મોકલ્ મોતવક્કઓ ફીહે ઝોહુરોક વલ્ ફરજો ફીહે લીલ્ મોઅમેનીન અલા યદેક વ કત્લુલ્ કાફેરીન બે સય્ફેક “આજે જુમ્આનો દિવસ છે અને તે આપ (અ.સ.)નો દિવસ છે, જેમાં આપ(અ.સ.)ના ઝુહુરની ઉમ્મીદ અને અપેક્ષા છે અને આ (દિવસે) […]

Read More

અલ-અબ્કરીયતો અલ-હેસાનો

અલ મુન્તઝરના ખાસ અંકોમાં ઇમામે ઝમાના(અ.સ.)ને સંબંધિત કિતાબોનો પરિચય થતો રહે છે અને આ અંકમાં ઉમદા અને કિંમતી કિતાબ “અલ અબ્કરીયતો અલ-હેસાનો ફી અહવાલે મવ્લાના સાહેબિ અઝ્-ઝમાને” (અ.ત.ફ.શ.) નો ટુંકમાં પરિચય રજુ કરીએ છીએ. સંકલનકર્તા: આ કિતાબના લેખક હઝરત શૈખુલ ફોકહા વલ મોહદ્દેસીન આયતુલ્લાહ મરહૂમ હાજી શૈખ અલી અકબર નેહાવંદી […]

Read More